અમદાવાદમાં નારોલ અને એસજી હાઈવે પરથી 1.20 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું

ક્રાઈમ બ્રાંચે આઠ લોકો સામે ગુનો દાખલ કરીને ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને મોકલવાનું હતું તેની તપાસ શરૂ કરી

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં નારોલ અને એસજી હાઈવે પરથી 1.20 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું 1 - image



અમદાવાદઃ શહેરમાં વિદેશી દારૂ સહિતના માદક દ્વવ્યોની હેરાફેરી હવે બેકાબુ બની ગઈ છે. શહેરમાંથી વારંવાર દારૂ અને ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે ફરીવાર શહેરમાં નારોલ અને એસજી હાઈવે પરથી ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આઠ લોકો સામે ગુનો દાખલ કરીને 1.20 કરોડથી વધુ રકમનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 

આઠ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા બુધવારે રાતે શહેરના નારોલ અને એસજી હાઇવે પરથી એક કરોડ અને વીસ લાખનું એમડી ડ્રગ્સ કબ્જે કરી લેવામાં આવ્યુ છે. આ કેસમાં કુલ આઠ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી ત્રણથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યુ હતુ અને તેને કોને આપવાનું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછમાં આ આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો ઝડપાયેલા છે તે પણ જાણવાનો પ્રયત્ન થશે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વિવિધ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News