Get The App

શ્રાવણના સોમવારે ઝરમર વરસાદ ચાંદખેડામાં એક, નરોડામાં અડધો ઈંચ, અન્યત્ર સામાન્ય વરસાદ પડયો

વાસણા બેરેજના ત્રણ દરવાજા એક ફુટ જેટલા ખોલવામાં આવ્યા

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News

     શ્રાવણના સોમવારે ઝરમર વરસાદ ચાંદખેડામાં એક, નરોડામાં અડધો ઈંચ, અન્યત્ર સામાન્ય વરસાદ પડયો 1 - image

  અમદાવાદ,સોમવાર,12 ઓગસ્ટ,2024

શ્રાવણ મહિનાના બીજા સોમવારે અમદાવાદમાં સવારથી જ ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. સવારના ૬ થી સાંજના ૭ કલાક સુધીમાં ચાંદખેડામાં એક અને નરોડામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. શહેરના અન્ય વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. વાસણા બેરેજના ત્રણ દરવાજા એક ફુટ જેટલા ખોલવામાં આવ્યા હતા. સરેરાશ ૫.૬૩ મિલીમીટર વરસાદ થતા મોસમનો અત્યારસુધીનો ૧૭.૮૮ ઈંચ વરસાદ થવા પામ્યો હતો.

સોમવારે સવારથી જ શહેરના કોટ વિસ્તાર ઉપરાંત પૂર્વમાં આવેલા ઓઢવ,વિરાટનગર,નિકોલ ઉપરાંત ચાંદખેડા, ગોતા,સાયન્સ સીટી તેમજ ઉત્તર ઝોનમાં આવેલા નરોડા અને કોતરપુર વિસ્તારમાં વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.સવારના છ થી બપોરના બે કલાક સુધી શહેરના વિવિધ વિસ્તારમાં કયારેક હળવો તો કયારેક ભારે વરસાદ વરસતો જોવા મળ્યો હતો.ચાંદખેડામાં સાંજે સાત કલાક સુધીમાં ૨૬.૫૦ મિલીમીટર, ગોતા અને સાયન્સ સીટી વિસ્તારમાં ૧૦ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. નરોડા વિસ્તારમાં ૧૫ મિલીમીટર તથા કોતરપુર વિસ્તારમાં ૧૨ મિલીમીટર જેટલો વરસાદ થવા પામ્યો હતો.સાબરમતી નદીમાં ૨૯૭૮ કયુસેક પાણીની આવક થતા વાસણા બેરેજના ગેટ નંબર-૨૫,૨૬ તથા ૩૦ એક ફુટ જેટલા ખોલવામાં આવ્યા હતા.બેરેજનુ લેવલ ૧૩૩.૨૫ ફુટ નોંધાયુ હતુ.


Google NewsGoogle News