દિવસ દરમિયાન ઝરમર વરસાદ, જોધપુર-બોડકદેવ વિસ્તારમાં પોણોઈંચ, અન્યત્ર હળવો વરસાદ

લકી રેસ્ટોરન્ટ પાસે વિશાળ વૃક્ષ એક કાર ઉપર ધરાશાયી થયુ હતુ

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News

     દિવસ દરમિયાન ઝરમર વરસાદ, જોધપુર-બોડકદેવ વિસ્તારમાં પોણોઈંચ, અન્યત્ર હળવો  વરસાદ 1 - image

  અમદાવાદ,સોમવાર,5 ઓગસ્ટ,2024

પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે અમદાવાદમાં સવારથી ઝરમર વરસાદ વરસી પડયો હતો. સવારના ૬થી રાત્રિના ૮ કલાક સુધીમાં જોધપુર અને બોડકદેવ વિસ્તારમાં પોણો ઈંચ જયારે અન્ય વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો.લકી રેસ્ટોરન્ટ પાસે વહેલી સવારે વિશાળ વૃક્ષ ધરાશાયી થતા એક કાર ઉપર ધરાશાયી થયું હતુ. રાત્રિના ૮ કલાક સુધીમાં સરેરાશ ૮.૭૩ મિલીમીટર વરસાદ થતા મોસમનો ૧૬.૭૬ ઈંચ વરસાદ થયો હતો.

શ્રાવણ માસના આરંભ સાથે જ સોમવારે સવારથી શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.રાત્રિના ૮ કલાક સુધીમાં પાલડી વિસ્તારમાં ૧૬ મિલીમીટર, ઉસ્માનપુરામાં ૧૧ તથા વાસણા વિસ્તારમાં ૯ મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. બોડકદેવ વિસ્તારમાં ૧૫ મિલીમીટર, સાયન્સ સીટી તથા ગોતા વિસ્તારમાં ૯ મિલીમીટર જેટલો હળવો વરસાદ થયો હતો.જોધપુરમાં ૨૨ મિલીમીટર તેમજ સરખેજમાં ૧૬ તથા બોપલમાં ૧૧ મિલીમીટર વરસાદ વરસી પડયો હતો.દાણાપીઠ તેમજ દૂધેશ્વર વિસ્તારમાં ૧૩ મિલીમીટર વરસાદ થવા પામ્યો હતો.મણિનગરમાં ૧૨ તેમજ મેમ્કોમાં ૧૧ મિલીમીટર વરસાદ વરસી પડયો હતો.વાસણા બેરેજ ખાતે ૧૩૨.૭૫ ફૂટ લેવલ નોંધાયુ હતુ.તમામ ગેટ બંધ રખાયા હતા.


Google NewsGoogle News