અમદાવાદની નવી પોલીસ કમિશ્નર કચેરીના ઉદ્ઘાટન પહેલા ડોમ ધરાશાયી, ત્રણને ઈજા

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
અમદાવાદની નવી પોલીસ કમિશ્નર કચેરીના ઉદ્ઘાટન પહેલા ડોમ ધરાશાયી, ત્રણને ઈજા 1 - image


Dome Collapse at Ahmedabad Police Headquarter: આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ દ્વારા અમદાવાદ પોલીસ કમિશ્નરની નવી કચેરીનું ઉદ્ઘાટન કરવાનું હોવાથી તેની તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન આજે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેડિયમાં ડોમ તૂટી પડતાં 3 મજૂરોને ઈજા પહોંચી છે. જેના લીધે કાર્યક્રમની તૈયારીઓમાં અડચણો ઊભી થઈ હતી.  

આ ઉદ્ઘાટનની તૈયારી ચાલી રહી હતી તે દરમિયાન વજન વધી જતાં એક તરફ સ્ટ્રક્ચર ઢળી પડતાં ડોમ ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટનામાં 3 મજૂરો ડોમ નીચે દબાઈ જતાં પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢ્યા હતા.  સદ્નસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, પરંતુ મજૂરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક સારવાર માટે તેમને અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

જોઇન્ટ પોલીસ કમિશ્નર બન્નોબેન જોશીએ અપડેટ આપતાં જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી અને તેઓને તાત્કાલિક સારવાર માટે અસારવા સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અત્યારે ત્રણેય લોકો સ્વસ્થ છે. આ ઘટના સવારે બની હતી, અને હાલમાં ગ્રાઉન્ડ સફાઈનું કામ ચાલી રહ્યું છે. 

3જી ઑક્ટોબરે નવા પોલીસ હેડક્વાર્ટરના ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે. અકસ્માતના કારણે કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવ મળ્યું નથી. ડોમ કેવી રીતે તૂટી પડ્યો તે અંગેની તપાસ ચાલી રહી છે. હાલમાં પૂરજોશમાં કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. 


Google NewsGoogle News