Get The App

ડોક્ટરોનો એક જ મંત્ર: પૈસો જ પરમેશ્વર, ગામડામાં જવું નથી પણ ગરીબ દર્દીના નામે કમાણી કરવી છે

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
ડોક્ટરોનો એક જ મંત્ર: પૈસો જ પરમેશ્વર, ગામડામાં જવું નથી પણ ગરીબ દર્દીના નામે કમાણી કરવી છે 1 - image
Representative image

Doctors Have To Earn Money: ખ્યાતિ કાંડ પછી ડોક્ટરો શંકાના ઘેરામાં આવ્યા છે. અત્યારે એવી સ્થિતી છે કે, એકેય ડોક્ટરને ગામડામાં નોકરી કરવી નથી. પરંતુ ગામડાના દર્દીઓની સારવારના નામે કમાણી જરુર કરવી છે. ડોક્ટરોનો અત્યારે એક જ મંત્ર રહ્યો છે માત્રને માત્ર ખાનગી પ્રેકટીસ કરી નાણાં કમાવવા...

એડમિશન માટે દોઢેક કરોડ રૂપિયા ખર્ચ કરી ડોક્ટર બને એને ગરીબ દર્દીની સેવા કરવામાં ક્યાંથી રસ પડે

ખાનગી મેડિકલ કોલેજમાં મસમોટુ ડોનેશન આપીને ડોક્ટર બને એને ગરીબ દર્દીઓની સેવા કરવામાં ક્યાંથી રસ પડે. દોઢેક કરોડ એડમિશન પાછળ ખર્ચ કર્યો હોય તેનું વળતર મેળવવું ક્યાંથી? આ કારણોસર ડોક્ટરોને મોટા પગાર- કમિશન ખાતર શહેરોમાં માત્ર ખાનગી કોર્પોરેટ હોસ્પિટલમાં નોકરી કરવામાં રસ હોય છે. ક્યાંક કોર્પોરેટ હોસ્પિટલમાં નોકરી કરવી અથવા વિદેશની વાટ પકડવી એ જ ડોક્ટરોનો એકમાત્ર ધ્યેય રહ્યો છે.

સરકારી ફીમાં ભણનારાં ડોક્ટરોના મનમાં પણ સેવાનો ભાવ રહ્યો નથી

મેડિકલ અભ્યાસ કરનારા ડોક્ટરો માટે પણ ગામડામાં નોકરી કરવી ફરજિયાત છે. એટલુ જ નહીં, કોઈ ગામડામાં જવા તૈયાર નથી. કરોડો રૂપિયા બોન્ડ વસૂલવાના બાકી છે. આ ઉપરાંત ડોક્ટરો બોન્ડપેટે રકમ ચૂકવવા તૈયાર છે. પરંતુ ગામડામાં નોકરીએ જવા તૈયાર નથી. સરકારી ફીમાં ભણનારાં ડોક્ટરોના મનમાં પણ સેવાનો ભાવ રહ્યો નથી.

આ પણ વાંચો: ગુજરાતની પ્રજાના પૈસાનું પાણી કરતી સરકાર, 800 સાઈકલ ભંગાર થઇ ગઇ પણ વિતરણ ના કરી


હવે તો ફાર્મસી કંપનીના કમિશનની લાલચમાં ડોક્ટરો એવા લલચાયા છે કે ગરીબ દર્દીઓ ગ્રાહક બની રહ્યાં છે. જ્યારે હોસ્પિટલ કસાઈખાનામાં પરિવર્તિત થઈ હોય તેવો લોકોમાં જ સૂર ઊઠયો છે. ખ્યાતિ કાંડ બાદ ભગવાન સ્વરુપ ડોક્ટરો વિશ્વાસ ગુમાવી ચૂક્યાં છે.

ડોક્ટરોનો એક જ મંત્ર: પૈસો જ પરમેશ્વર, ગામડામાં જવું નથી પણ ગરીબ દર્દીના નામે કમાણી કરવી છે 2 - image


Google NewsGoogle News