Get The App

પાણી માટેલાઈન નાંખી જોડાણ ના કરાતા ઉત્તરઝોન કચેરીમાં મહિલાઓના માટલા-બાલટી સાથે સૂત્રોચ્ચાર

છમહિનાથી રજૂઆત છતાં સમસ્યા ના ઉકેલાતા પાણી વગર લોકો પરેશાન

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News

  પાણી માટેલાઈન નાંખી જોડાણ ના કરાતા ઉત્તરઝોન કચેરીમાં મહિલાઓના માટલા-બાલટી સાથે સૂત્રોચ્ચાર 1 - image   

  અમદાવાદ, સોમવાર,8 એપ્રિલ,2024

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં રહેતા પચાસ હજાર લોકો છ મહિનાથી પાણીને લઈ પરેશાન છે.અસારવા વિસ્તારમાંનવી બનેલી પાણીની ટાંકીમાંથી પીવાનુ પાણી મળી રહે એ માટે રુપિયા એક કરોડથી વધુના ખર્ચથી પાઈપલાઈન નાંખવામાં આવી છે.આમ છતાં પાણી ના મળતા ઉત્તરઝોન કચેરીમાં મહિલાઓ માટલાં અને બાલટી સાથે પહોંચી હતી.જયાં સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરાયા હતા.

ઉનાળાની ગરમીના આરંભ સાથે જ શહેરના અનેક સ્થળે પાણી પુરતા પ્રેસરથી નહીં મળવા સહિતની ફરિયાદો વધી રહી છે.કુબેરનગર વોર્ડમાં છેલ્લા છ મહિનાથી પાણી પુરતા પ્રેસરથી મળી રહે એ માટે મ્યુનિ.તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી હતી.આમ છતાં પાણીનો પ્રશ્ન ઉકેલવામાં ના આવતા વોર્ડની મહિલાઓ સવારના સમયે ઉત્તરઝોન કચેરી ખાતે પહોંચી હતી.પાણી આપવાની માગ સાથે સૂત્રોચ્ચાર કરી પાણીથી બાલટી ભરીને હાથ-પગ ધોયા હતા.કોર્પોરેટર નિકુલસિંહ તોમરે ભાજપના ધારાસભ્યના કારણે પાણીની પાઈપલાઈનનુ જોડાણ મ્યુનિ.તંત્ર તરફથી કરવામાં નહીં આવતુ હોવાનો આક્ષેપ કર્યો હતો.જયાં સુધી લોકોને પાણી નહીં મળે ત્યાં સુધી રોજ ઉત્તરઝોન કચેરી ખાતે ધરણાં કરવામાં આવશે.


Google NewsGoogle News