Get The App

વાઘ બારસની સાથે આજથી દિવાળીના તહેવારોનો પ્રારંભ, બજારમાં ખરીદી માટે લોકોની ભીડ

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
વાઘ બારસની સાથે આજથી દિવાળીના તહેવારોનો પ્રારંભ, બજારમાં ખરીદી માટે લોકોની ભીડ 1 - image


Diwali Festival: ઉલ્લાસ અને અજવાશના પર્વ દિવાળીના તહેવારોનો આજે (28મી ઓક્ટોબર) વાઘબારસ સાથે જ પ્રારંભ થઈ જશે. સોમવારે સવારે 10:32થી વાઘ બારસ, મંગળવારે સવારે 10:30થી ધનતેરસનું પર્વ ઉજવાશે.

વાઘ બારસના પર્વમાં ગૌ પૂજાનું પણ ખાસ મહત્ત્વ

શાસ્ત્રવિદોના મતે આ વખતે 30મી ઓક્ટોબરે બપોરે 1:16થી કાળી ચૌદશ છે અને તે બીજા દિવસે બપોર સુધી રહેશે. કાળી ચૌદશ 31 ઓક્ટોબરે બપોરે પૂરી થતાં જ દિવાળીનો પ્રારંભ થઇ જશે. પહેલી નવેમ્બરના પડતર દિવસ છે જ્યારે બીજી નવેમ્બરે બેસતાં વર્ષ અને ત્રીજી નવેમ્બરે ભાઈબીજની ઉજવણી થશે. આમ, આજથી સમગ્ર માહોલ દિવાળીમય બની જશે. વાઘ બારસના પર્વમાં ગૌ પૂજાનું પણ ખાસ મહત્ત્વ છે.

આ પણ વાંચો: દિવાળીના પર્વને લઈ લોકોએ પકડી વતનની વાટ, અમદાવાદના ST બસ ડેપો અને રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો


બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ

દિવાળી પૂર્વે છેલ્લી ઘડીએ કપડાં, મીઠાઈ, ડેકોરેટિવ ચીજવસ્તુ સહિતની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. ત્રણ દરવાજા, ઢાલગરવાડ, રતનપોળ, સીજી રોડ સહિતના વિસ્તારોમાં બપોરથી લઈને મોડી રાત સુધી પગ મૂકવા પણ જગ્યા મળે નહીં તેવી હકડેકઠ ભીડ હતી. અમદાવાદના ઢાલગરવાડ, ત્રણ દરવાજામાં આજે પણ અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખરીદીનું પ્રમાણ વધુ જોવા મળે છે. બીજી તરફ મોલમાં તેની સરખામણીએ ઓછી ભીડ જોવા મળે છે. ખાસ કરીને યુવાનો હવે ખરીદી માટે ઓનલાઇનનો વિકલ્પ વધારે પસંદ કરી રહ્યા છે.

વાઘ બારસની સાથે આજથી દિવાળીના તહેવારોનો પ્રારંભ, બજારમાં ખરીદી માટે લોકોની ભીડ 2 - image


Google NewsGoogle News