Get The App

ઊર્મિ બ્રીજ અને નિર્માણાધીન ફ્લાયઓવરને ધ્યાનમાં રાખી વાહનોનું ડાયવર્ઝન : અમિતનગર થી દુમાડ સુધીનો રસ્તો બે વર્ષ માટે બંધ રહેશે

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
ઊર્મિ બ્રીજ અને નિર્માણાધીન ફ્લાયઓવરને ધ્યાનમાં રાખી વાહનોનું ડાયવર્ઝન : અમિતનગર થી દુમાડ સુધીનો રસ્તો બે વર્ષ માટે બંધ રહેશે 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સમા તળાવ (એબેકસ) જંકશન ઉપર નવા ફલાય ઓવર બ્રિજની કામગીરી સંદર્ભે તા.22 થી બે વર્ષ સુધી દુમાડ બ્રિજથી અમિત નગર સર્કલ સુધી ભારદારી વાહનો એસટી બસો સિટી બસો માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

વડોદરા શહેરના સમા તળાવ પાસે આવેલા ઊર્મિ બ્રિજ અને નવો તૈયાર થનાર ફ્લાય ઓવર બ્રિજ જોડીને દુમાડ સુધી લઈ જવાનો છે જેની કામગીરી સતત બે વર્ષ સુધી ચાલશે. જેને ધ્યાનમાં રાખી હાઇવે થી જોડતો મુખ્ય રસ્તો હોવાને કારણે ટ્રાફિકની સરળતા રહે તે માટે ડુમાડ ચોકડીથી અને અમિત નગર બ્રિજ સુધીનો રસ્તો બે વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે આધારે પોલીસ કમિશનરે પણ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

વડોદરા શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુખ્ય એકસપ્રેસ હાઈવેથી ભારદારી વાહનો જેમ કે એસ.ટી.બસ, સિટિ બસ, ટ્રકો, ડમ્પર વગેરે દુમાડ બ્રિજથી સમાના કેનાલ ત્રણ રસ્તા, એબેકસ સર્કલ સમા તળાવ થઈ અમિતનગર બ્રિજ નીચેથી થઈ શહેરમાં પ્રવેશી શકશે નહીં. આના વિકલ્પે આ પ્રકારના વાહનો દુમાડ બ્રિજ નીચેથી ગોલ્ડન બ્રિજ થઈ હરણી રોડ, ગદા સર્કલ, હરણી જૂના જકાતનાકા સર્કલ, માણેક પાર્ક સર્કલ,અમિતનગર બ્રિજ થઈ શહેરમાં આવી શકશે. આ ઉપરાંત દુમાડ બ્રિજથી ફર્ટીલાઈઝર બ્રિજ નીચે છાણી રોડ જકાતાનાકા સર્કલ,  નિઝામપુરા રોડ ફતેગંજ સર્કલ થઈ આવી શકાશે. જયારે તમામ પ્રકારના હળવા વાહનો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુજબ દુમાડ બ્રિજ નીચેથી સમા-સાવલી રોડ સમા ના ત્રણ રસ્તાથી જમણી બાજુ વશી. વાડી, સમા, છાણી કેનાલ રોડ, શક્તિ એપાર્ટમેન્ટ ત્રણ રસ્તા (દ્વારકેશ કોર્નર), સમા-છાણી કેનાલ રોડથી ડાબી બાજુ વળી, વિશ્વકર્મા સર્કલ, સમા-મામલતદાર કચેરી ત્રણ રસ્તા, સમા ગામ, જલારામ મંદિર ત્રણ રસ્તાથી સીધા જીઆઈપીસીએલ સર્કલથી ડાબી બાજુ વળી મંગલપાન્ડે રોડ, એલએન્ડટી સર્કલથી શહેરમાં આવી શકાશે. આ સિવાય દુમાડ બ્રિજ નીચેથી સમા-સાવલી રોડ, સમા કેનાલ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી શિવમ મલ્ટીપ્લેક્ષ હોસ્પિટલ, માતૃભવન ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી શેરવુડ ત્રણ રસ્તાથી શ્રીજી એવન્યુ ત્રણ રસ્તા (અવિરલ સોસાયટી) થી ડાબી બાજુ વળી, સમા લિન્ક રોડ, ડમરૂ સર્કલ જઈ શકાશે. આ ઉપરાંત અમિતનગર બ્રિજથી માણેકપાર્ક સર્કલ, હરણી એરપોર્ટ રોડ, હરણી જૂના જકાતનાકા સર્કલ, ગદા સર્કલ, દેણા બ્રિજ, ગોલ્ડન બ્રિજ, અમિતનગર બ્રિજ નીચેથી સીધા સમા-સાવલીરોડ, ઊર્મિ બ્રિજ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી, મેટ્રો હોસ્પિટલ રોડ, હરણી જુના જકાતનાકા સર્કલ, ગદા સર્કલ, દેણા બ્રિજ-ગોલ્ડન બ્રિજ તરફ જઈ શકાશે.


Google NewsGoogle News