Get The App

દીવમાં મધદરિયે બોટ અને શીપ વચ્ચે અકસ્માત, 4 ખલાસી અને બોટ લાપતા, બચાવકાર્ય શરૂ

Updated: Mar 6th, 2025


Google News
Google News
દીવમાં મધદરિયે બોટ અને શીપ વચ્ચે અકસ્માત, 4 ખલાસી અને બોટ લાપતા, બચાવકાર્ય શરૂ 1 - image


Diu Boat-Ship Collision: દીવમાં મધદરિયે દીપ અને બોટ વચ્ચે અકસ્માત સર્જાયો છે. દીવના વણાકબારાથી 70 કિમી દૂર નિરાલી બોટ સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 7 ખલાસીઓમાંથી 3 ને બચાવી લેવાયા છે. બચાવ કામગીરી દરમિયાન અન્ય ખલાસીઓની શોધખોળ શરૂ છે. બોટ હાલ લાપતા છે, જેને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. 

આ પણ વાંચોઃ ગુજરાત ભાજપે જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત શરૂ કરી, જાણો ક્યાં કોની થઇ નિમણૂક

દીવમાં મધદરિયે બોટ અને શીપ વચ્ચે અકસ્માત, 4 ખલાસી અને બોટ લાપતા, બચાવકાર્ય શરૂ 2 - image

શું હતી સમગ્ર ઘટના?

સમગ્ર મામલે બોટના માલિક ચુનીલાલ બારીયાએ જણાવ્યું કે, મારી નિરાલી નામની બોટ IND DD02 MM 757 દરિયામાં શીપ સાથે અથડાઈ હતી. અમે ફિશિંગ કરીને 16માં દિવસે એટલે કે, ચોથી માર્ચના દિવસે પરત ફરી રહ્યા હતાં. ત્યારે રાતના 10 થી 11 વાગ્યાની આસપાસ કોઈ મોટા જહાજે ટક્કર મારી અને અમારી બોટ પલટી મારીને ડૂબી ગઈ. બોટમાં 7 ખલાસી હાજર હતાં, જેમાંથી 3 ખલાસીને બચાવી લેવાયા છે. હજુ સુધી બોટ અને અન્ય 4 ખલાસી લાપતા છે. જેની તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે ખલાસીઓ બચી ગયાં તેમને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ વડોદરામાં અટલાદરાની દુકાનમાં પાંચ દિવસ પહેલા આગ લગાડનાર આરોપી ઓળખાયો

આ નિરાલી બોટમાં બે ગુજરાત તેમજ 5 મહારાષ્ટ્રના ખલાસી હતાં. દીવ ખાતે બનેલી આ દુર્ઘટના બાદ તંત્ર, માછીમારો તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ, એક ટંડેલ અને અન્ય 3 ખલાસી લાપતા છે. આ સિવાય ટંડેલ મિલન, મહારાષ્ટ્રના ખલાસી અનિલ વનગડ અને જલારામ વલવી હોસ્પિટલ હેઠળ સારવાર લઈ રહ્યાં છે. 


Tags :
Diu-Boat-AccidentGujarat-NewsDiu-News

Google News
Google News