ગુજરાતમાં 206 નાયબ મામલતદારોની સ્વ-વિનંતીથી જિલ્લા ફેર બદલી,મહેસૂલ વિભાગે કર્યો હુકમ
ધોરણસરની દરખાસ્ત પરત્વે વિચારણાનાં અંતે શરતોને આધિન ફેરબદલી કરાઈ
અમદાવાદઃ ગુજરાતમાં મહેસુલ વિભાગ હસ્તકની કચેરીઓમાં જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓ કે જેઓ અન્ય જિલ્લાઓમાં સ્વ-વિનંતીના કિસ્સામાં જિલ્લા ફેરબદલીથી નિમણુક મેળવવા માટે તેઓના મુળ મહેકમના કલેકટરને કરેલ રજૂઆત પરત્વે સબંધિત કલેકટર કચેરીઓ દ્વારા ધોરણસરની દરખાસ્ત રજુ થયેલ છે. આ બાબત સરકાર કક્ષાએ વિચારણા હેઠળ હતી. રાજયના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 206 નાયબ મામલતદારોને અન્ય જિલ્લાઓમાં સ્વ-વિનંતીથી જિલ્લા ફેરબદલીથી નિમણુકથી સમાવવા અંગે સબંધિત કલેકટરો દ્વારા રજુ થયેલ ધોરણસરની દરખાસ્ત પરત્વે વિચારણાનાં અંતે શરતોને આધિન 206 નાયબ મામલતદારોને જિલ્લા ફેરબદલી કરી નિમણુકથી સમાવવાનો હુકમ મહેસૂલ વિભાગ દ્વારા કરાયો છે.