Get The App

અમદાવાદમાં ગ્રામીણ-શહેરી પોલીસ વચ્ચે SP રિંગ રોડ મુદ્દે 'હદનો વિવાદ', જ્યારે ગુનાખોરી 'બેહદ'

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
urban police in Ahmedabad


Boundary Dispute Over SP Ring Road Issue In Ahmedabad: અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેર પોલીસમાં સરદાર પટેલ રીંગ રોડ પર બનેલા ગુનાઓ અને અકસ્માતોને લઈને વિવાદ થવાના અનેક કિસ્સામાં સામે આવ્યા છે. જેમાં સ્થળ પહોંચ્યા બાદ શહેર પોલીસ દાવો કરે છે કે આ કે આ હદ અમદાવાદ ગ્રામ્યની છે. જ્યારે ગ્રામ્ય પોલીસે હદ શહેર પોલીસની હોવાનું કહે છે. જેના કારણે ફરિયાદી અને ભોગ બનનારને કલાકો સુધી હેરાન થવાના વારા આવ્યા છે. એક બાજુ ગુનાખોરી બેહદ વધી છે અને પોલીસ તંત્ર હદની બાબતે હજી વિવાદ જ કરી રહ્યું છે.

SP રિંગ રોડ અંગે અમદાવાદ રુરલ શહેર પોલીસનો હદનો વિવાદ

હવે આ પ્રશ્નનો કાયમી નિવેડો આવેતે માટે એસ. પી. રીંગ રોડની સાઈડ કાયમીપણે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં સમાવેશ કરવા માટે વિચારણા હાથ ધરવામાં આવી છે. આ માટે ગ્રામ્ય અને શહેર પોલીસ પાસેથી ગૃહવિભાગ વિગતો મંગાવીને આગામી સમયમાં હદના મામલે મહત્ત્વનો નિર્ણય લઈ શકે તેમ છે.

અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જ્યારે સરદાર પટેલ રીંગ રોડની પરની પાસે કોઈ ઘટના બને ત્યારે અનેકવાર એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે બનાવનું સ્થળ ક્યા પોલીસ સ્ટેશનની હદમાં છે. તે નક્કી કરવામાં ઘણો સમય જતો હોવાથી ફરિયાદી અને ભોગ બનનારને પરેશાન થવાના કિસ્સા પણ બન્યા છે. કેટલીક ઘટનાઓમાં આરોપીઓને છટકી જવાની તક મળતી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અસલાલી, કણભા અને ચાંગોદર તેમજ ગાંધીનગર પોલીસ સાથે પણ થયું છે. 

આ પણ વાંચો: અંબાજી મંદિરે પણ વહીવટદારની નિમણૂકમાં કાચું કપાયાનો નવો ફણગો, નિર્ણય પર પુન:વિચારની માગ


તાજેતરમાં પોલીસ કમિશનર જી. એસ. મલિકને પોલીસ અધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં એસ. પી. રીંગ રોડને જો અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં સમાવિષ્ટ કરવામાં આવે તા હદને લગતા પ્રશ્નનું નિરાકરણ આવી શકે છે. જે સંદર્ભમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક પ્રેઝન્ટેશન તૈયાર કરીને ગૃહવિભાગને રજૂઆત કરવામાં આવશે. જેમાં અગાઉ હદના મામલે બનેલા કિસ્સા તેમજ વિવાદ અંગે પણ જાણ કરવામાં આવશે. 

ગૃહવિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, હદ સુધારણા મામલે ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી રહી છે. ગ્રામ્ય તેમજ શહેર પોલીસની રજૂઆતને આધારે અભ્યાસ કરીને નોટીફિકેન ઈસ્યુ કરાશે. કારણ કે પોલીસના હદના વિવાદમાં સૌથી વધારે ભોગવવાનું સામાન્ય લોકોને આવે છે. 

અમદાવાદમાં ગ્રામીણ-શહેરી પોલીસ વચ્ચે SP રિંગ રોડ મુદ્દે 'હદનો વિવાદ', જ્યારે ગુનાખોરી 'બેહદ' 2 - image


Google NewsGoogle News