Get The App

ગુજરાતની લોક અદાલતમાં રૂ.1340 કરોડના વળતર સાથે 4.60 લાખ કેસોનો નિકાલ

ભદ્ર સિટી સિવિલ કોર્ટની લોક અદાલતમાં રૂ.1.60 કરોડનું વળતર તો ગ્રામ્ય કોર્ટમાં રૂ.90.90 લાખની રકમનો ચેક અર્પણ કરાયો

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
ગુજરાતની લોક અદાલતમાં રૂ.1340 કરોડના વળતર સાથે 4.60 લાખ કેસોનો નિકાલ 1 - image


Gujarat News: ગુજરાત સહિત દેશભરમાં આજે રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની રાજ્યમાં પણ સેવા સત્તામંડળ અને સ્થાનિક જિલ્લા સેવા સમિતિઓ દ્વારા જિલ્લા-તાલુકા કોર્ટમાં વિવિધ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં સ્પેશ્યલ સીટીંગ ડિસ્પોઝલ અને પ્રિ લીટીગેશન્સના કેસો મળી કુલ 4, 94,919 કેસોનો નિકાલ કરવા સાથે ગુજરાત ન્યાયતંત્રએ રાજ્યની લોક અદાલતના કોસોના નિકાલની આંકડાકીય સિધ્ધિમાં બીજી વખત આ વિક્રમ સ્થાપિત કર્યો છે. જેમાં આશરે કુલ 13.40 અબજના વળતર અને સમાધાનકારી નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી. બીજી વખત આ પ્રકારની નોંધનીય કામગીરી બદલ લોક અદાલતમાં સેવા પૂરી પાડનાર તમામ ન્યાયાધીશો, કાનૂની સેવા સત્તામંડળના પદાધિકારીઓ અને વકીલો-પક્ષકારોને ચીફ જસ્ટિસ સહિતના ન્યાયમૂર્તિઓએ પણ બિરદાવ્યા હતા. 

અનેક કેસોના નિકાલની કામગીરી હાથ ધરી

ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે,'આજની રાષ્ટ્રીય લોક અદાલતમાંથી ધી કાંટા ફોજદારી કોર્ટ(મેટ્રોપોલીટન કોર્ટ) સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ભદ્ર અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આંખે ઉડીને વળગે તેવા કેસોના નિકાલની નોંધપાત્ર કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં લોક અદાલતમાં ફોજદારી ગુનાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, મની રિકવરી, મોટર એક્સીડેન્ટ ક્લેઈમ, લેબર-અમ્બોપર, વીજળી, પાણી, છૂટાછેડા શિવાયના લગ્ન તકરારના કેસો, જમીન તકરારના કેસો, નિવૃત્તિ લાભો સંહિતના કેસોના નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી. 

પીડિત પરિવારને રૂપિયા 1.10 કરોડનું વળતર અપાવ્યું

ભદ્ર સીટી સેશન્સ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં મોટર વાહન અકસ્માતના વળતર અંગેના 100થી વધુ કેસોનો સમાધાનકારી નિકાલ કરી તેમાં વળતરના હુકમો થાયા હતા. જેમાં સૌથી મોટો દાવો ત્રણ કરોડ રૂપિયાનો વિશાલ નામના મૃતક યુવકના પરિવારે કર્યો હતો. ખાનગી કંપનીમાં દોઢ લાખ રૂપિયાના ઉંચા પગારથી નોકરી કરતા વિશાલભાઈ કારમાં એપોલ સર્કલથી તપોવન સર્કલ તરફ જતા હતા.ત્યારે રસ્તામાં ટ્રકસાથે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના વારસામાં પત્ની,માતા-પિતા અને એક પુત્ર હતા. પરિવાર તરફથી ત્રણ કરોડ  રૂપિયાનો દાવો વીમા કંપની શ્રી રામ જનરલ ઈન્શ્યોરન્સ કંપની સામે કરાયો હતો  જેમાં આજની લોક અદાલતમાં સત્તામંડળ, જજીસની દરમિયાનગીરી અને પ્રયાસોના અંતે વીમા કંપની તરથી રૂપિયા 1.10 કરોડનું માતબર વળતર ચૂકવાયું હતું. 

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવ રાહુલ ત્રિવેદી સહિતના ન્યાયિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હાઇકોર્ટના જસ્ટિસ બીરેન વૈખાવે રૂપિયા 1.20 કરોડના વતર ચિચેક મૃતકના વારસોને અર્પલ કર્યો હતો. આ જ પ્રકારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં તેમના વારસોને નેશનલ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા દોઢ કરોડના દાવા સામે રૂપિયા 90.90 લાખનું માતબર વળતર ચૂકવ્યું હતું. હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપહીયાએ અમદાવાદ ગ્રામ્યના પ્રિન્સીપાલ જજ ડી.એમ.વ્યાસ, ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ, કાનૂની સેવા સત્તામંડળના પદાધિકારીઓની હાજરીમાં મૃતકના પરિવારને રૂપિયા 90.90 લાખની રકમનો ચેક અર્પણ કર્યો હતો.

લોક અદાલતના કેસોના નિકાલની કામગીરીમાં મેટ્રો કોર્ટ બીજા ક્રમે

રાજયભરમાં વોજાયેલી લોક અદાલતમાં અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટ સુરત પછી કેસોના નિકાલની કામગીરીમાં બીજા ક્રમે આવી છે. ઘી કાંટા સ્થિત મેટ્રોપોલીટન કોર્ટ સંકુલ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 27,452 કેસનો નિકાલ કરાયો હતો., જ્યારે (પ્રિલીટીગેશન ડિસ્પોઝલમાં 49,472 કેસો મળી કુલ 73,924 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. સેવા સત્તામંડળના પદાધિકારીઓ, ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના પ્રમુખ ભરત એચ.શાહ સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયેલી લોક અદાલતમાં કાનૂની સેવા સત્તામંડળ, મેટ્રોપોલીટન કોર્ટના લીગલ સેક્રેટરી અને ન્યાયાધીશ ડી.જે.પરમારે 633થી વધુ કેસો જયારે ન્યાયાધીશ એસ.જી.ડોડિયાએ 1325 કેસોનો નિકાલ કર્યો હતો. તો, મની રિકવરીના કેસોમાં કુલ રૂપિયા 40 લાખની રકમનો સમાધાનકારી નિકાલ કરાયો હતો. નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટના રૂપિયા 3.78 અબજથી વધુની રકમના કેસોમાં સમાધાનકારી નિકાલ થયો હતો.



Google NewsGoogle News