Get The App

'કૉલ્ડ પ્લે' કૉન્સર્ટનું દેશભરમાં લાઈવ સ્ટ્રીમિંગ થશે, 26મી જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાશે

Updated: Jan 17th, 2025

GS TEAM


Google News
Google News
'કૉલ્ડ પ્લે' કૉન્સર્ટનું દેશભરમાં લાઈવ સ્ટ્રીમિંગ થશે, 26મી જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાશે 1 - image


Coldplay Concert In Ahmedabad:  અમદાવાદમાં યોજાનારા 'કૉલ્ડપ્લે' કોન્સર્ટ અંગે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જે લોકો ટિકિટ ચૂકી ગયા છે તેઓને આ સમાચાર ઘણા રાહત આપશે. માહિતી અનુસાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા આ કોન્સર્ટનું હવે લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે. આ શૉનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર (Disney+ Hotstar) પર કરાશે. એટલે કે ભારતભરમાં કૉલ્ડપ્લેના ચાહકો હવે કોન્સર્ટનું લાઈવ સ્ટ્રીમ ઘરે બેઠાં નિહાળી શકશે.


કોલ્ડપ્લેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે, '26 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં યોજાનારા કોન્સર્ટનું લાઈવ સ્ટ્રિમિંગ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. '

સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લેવાયો હતો 

ઉલ્લેખનીય છે કે આ પહેલા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનો મ્યુઝિક કોન્સર્ટને ધ્યાનમાં રાખીને કોન્સર્ટમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં યુવાનો અમદાવાદ આવી શકે તે માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે. આ સ્પેશિયલ ટ્રેન બાંદ્રાથી બોરિવલી, વાપી, ઉધના, સુરત, ભરૂચ, વડોદરા થઈને ટ્રેન અમદાવાદ પહોંચશે.

'કૉલ્ડ પ્લે' કૉન્સર્ટનું દેશભરમાં લાઈવ સ્ટ્રીમિંગ થશે, 26મી જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાશે 2 - image

Tags :