નકલી આર્બીટ્રેટરને મુદ્દે મ્યુનિ.બોર્ડમાંચર્ચા, આર્બીટ્રેટરના હુકમ ઉપર કોર્ટમાં જનારા અધિકારી સામે કાર્યવાહી કરવા સુચન
આમ ચાલશે તો બોર્ડમાં નકલી મેયર-કમિશનર જોવા પડશે,વિપક્ષનો ટોણોં
અમદાવાદ,શુક્રવાર,25 ઓકટોબર,2024
નકલી આર્બીટ્રેટર મોરિસ દ્વારા શાહવાડીમા આવેલા અમદાવાદ
મ્યુનિ.ના પાંચ પ્લોટના બોગસ ઓર્ડરનો મુદ્દો મ્યુનિ.બોર્ડમાં ચર્ચાયો હતો.આમ ચાલશે
તો ભવિષ્યમાં મ્યુનિ.બોર્ડમાં નકલી મેયર અને કમિશનર જોવા પડશે એવો વિપક્ષનેતાએ
ટોણોં મારતા ડેપ્યુટી મેયરે નકલી આર્બીટ્રેટરના હુકમ ઉપર કોર્ટમાં જનારા અધિકારી
સામે કાર્યવાહી કરવા ડેપ્યુટી મેયર જતીન પટેલે સુચન કર્યુ હતુ.
શાહવાડીમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલની
બજાર કિંમત મુજબ બે હજાર કરોડના પ્લોટના બોગસ ઓર્ડર મોરિસે વિનસેન્ટ ઓલીવર
કાર્પન્ટરની ફેવરમાં વર્ષ-૨૦૧૯માં કર્યા હતા. આમ છતાં પાંચ વર્ષ સુધી મ્યુનિ.તંત્ર
ઉંઘતુ રહયુ.આ મુદ્દે મ્યુનિ.બોર્ડ બેઠકમાં ચર્ચા થઈ હતી.વિપક્ષ તરફથી આક્ષેપ કરતા
કહેવાયુ, એસ્ટેટ
વિભાગને અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કયાં કેટલા પ્લોટ આવેલા છે, આ પ્લોટ ઉપર શુ
પરિસ્થિતિ છે, તેની
કિંમત કેટલી છે એ અંગેની કોઈ વિગત જ ઉપલબ્ધ નથી. મ્યુનિ.કમિશનરે ખાસ રસ લઈને
મ્યુનિ.હસ્તકના તમામ પ્લોટનુ વેલ્યુએશન કરાવી શહેરીજનો સમક્ષ વિગત જાહેર કરવી
જોઈએ. ડેપ્યુટી મેયર જતીન પટેલે વર્ષ-૨૦૧૯ની સ્થિતિએ આર્બીટ્રેટરના હુકમ ઉપર
કોર્ટમાં જનારા અધિકારી સામે કાર્યવાહી કરવા મ્યુનિ.કમિશનરને સુચન કર્યુ હતુ.