અમદાવાદીઓ માટે ગૂડ ન્યૂઝ, આ 4 શહેરો માટે નવી સીધી ફ્લાઇટ, જાણો ક્યારથી થશે શરુ
Direct Flights Will Be Available From Ahmedabad Airport : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટથી આ વર્ષે પ્રયાગરાજ, ઇન્દોર, કોલકાતા અને દેહરાદૂન માટે આગામી મહિનાથી વિમાન સેવા શરુ કરવાની તૈયારી છે. આ ચારેય શહેરો માટે સીધી વિમાન સેવા શરુ કરવા માટે પેપરવર્ક શરુ કરી દેવામાં આવ્યું છે. 15 ડિસેમ્બર બાદ આ ચાર શહેરો માટે વિમાન સેવા શરુ થઈ શકે છે. જેના લીધે ટુરિઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે.
એરલાઇન્સ કંપની ઇન્ડિગો અમદાવાદ-કોલકાતા, ઇન્દોર, અને એલાયન્સ એર દેહરાદૂન માટે સીધી વિમાન સેવા શરુ કરી શકે છે. જો કે હાલમાં અમદાવાદથી કોલકાતા માટે સીધી ફ્લાઇટ સેવા છે, ત્યારે વધુ એક ફ્લાઇટનો ઉમેરો કરવામાં આવતાં હવે મુસાફરોને ત્રણના બદલે ચાર ફ્લાઇટ મળશે તથા ત્રિવેન્દ્રમ કોચીન અને ગુવાહાટી માટે પહેલીવાર અમદાવાદથી સીધી ફ્લાઇટ શરુ કરવામાં આવશે.
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અઠવાડિયાના સાતેય દિવસ અમદાવાદથી ગુવાહાટી અને ગુવાહાટીથી અમદાવાદ માટે વિમાન સેવા શરુ કરવામાં આવી છે. જે સવારે 8:30 કલાકે અમદાવાદથી ઉડાન ભરશે અને સવારે 11:15 કલાકે ગુવાહાટી પહોંચાડશે.
બીજી તરફ ગુવાહાટીથી ફલાઇટ સાંજે 4:55 વાગે ઉપડશે જે રાત્રે 8:35 કલાકે અમદાવાદ પહોંચાડશે. આ સિવાય અન્ય એક ફ્લાઇટ અમદાવાદથી રાત્રે 9:20 કલાકે ઉડાન ભરશે, જે રાત્રે 11:45 કલાકે ગુવાહાટી પહોંચાડશે.
મહાકુંભ પહેલાં દેશના ઘણા મહત્ત્વપૂર્ણ શહેરો માટે વિમાન સેવા શરુ થવાની છે. ઍરપૉર્ટ સલાહકાર સમિતિએની બેઠકમાં અહીં પૂણે, જયપુર, ગુવાહાટી, ચેન્નાઈ, જમ્મુ, ગોવા, નાગપુર, પટના, અમદાવાદ, કોલકાતા, ભોપાલ તથા ઇન્દોર માટે સીધી વિમાન સેવા શરુ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. ઍરપૉર્ટ મેનેજમેન્ટનું કહેવું છે કે હવે મહાકુંભ પહેલાં આ તમામ શહેરો માટે સીધી સેવા શરુ થશે. શરુઆત અમદાવાદ, કોલકાતા, દેહરાદૂન અને ઇન્દોરથી કરવામાં આવી શકે છે.