સાબરમતી જેલમાં બંધ PI ખાચર સાથે દેવાયત ખવડે કરી મુલાકાત, જાણો કયા કેસમાં થઈ હતી કાર્યવાહી

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
સાબરમતી જેલમાં બંધ PI ખાચર સાથે દેવાયત ખવડે કરી મુલાકાત, જાણો કયા કેસમાં થઈ હતી કાર્યવાહી 1 - image


Devayat Khavad met with PI BK Khachar : અમદાવાદ સાબરમતી જેલમાં બંધ પૂર્વે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PI  અને ડો.વૈશાલી જોષી સ્યુસાઇડ કેસના આરોપી PI બી.કે. ખાચર સાથે લોક સાહિત્યકાર દેવાયત ખવડે મુલાકાત કરી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.

અમદાવાદ સાબરમતી જેલ જે રાજ્યની સૌથી મોટી જેલ છે અને જેમાં ગંભીરથી અતિ ગંભીર ગુનાના આરોપીઓ અને ગુનેગારોને રાખવામાં આવે છે. તેમની મુલાકાત કરવા પણ ઘણી વાર ચર્ચિત લોકો પહોંચતા હોય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,  PI બી.કે. ખાચરને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે, જેની મુલાકાત આજે લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા કરવામાં આવી હતી. આ મુલાકાત સંદર્ભે કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ આ મુલાકાત ખાનગી રીતે કરવામાં આવી હતી. 

PI ખાચર અને ડૉ. વૈશાલી જોશી વચ્ચે પ્રેમસંબંધ હતો

જેમાં જેલમાં બંધ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા  PI  ખાચર મૂળ વિરપુરની અમદાવાદના શીવરંજની વિસ્તારમા રહેતી 32 વર્ષીય ડૉ. વૈશાલી જોષીની આત્મહત્યા કેસમાં અંદર છે.  અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં 14મી માર્ચ 2024ના રોજ હાથમાં ઝેરી ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. જેમાં ડૉ. વૈશાલી પાસેથી મળી આવેલી ડાયરી અને સુસાઇડ નોટ તપાસતા બહાર આવ્યું હતું કે  અમદાવાદ ક્રાઇમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા PI  ખાચર સાથે તેમને પ્રેમસંબધ હતો.

સાબરમતી જેલમાં બંધ PI ખાચર સાથે દેવાયત ખવડે કરી મુલાકાત, જાણો કયા કેસમાં થઈ હતી કાર્યવાહી 2 - image

PI ખાચરે મળવાની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

આ ઘટનાના ચાર-પાંચ દિવસ પહેલા તે PI  ખાચરને મળવા માટે જતી હતી, પરંતુ PI  ખાચરે તેને મળવાનો ઇન્કાર કરતા તેણે હાથમાં ઝેરી ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી હતી. આ બનાવ બાદ ખાચર ફરાર થઇ ગયો હતો અને ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેને હાઇકોર્ટે નકારી હતી જે બાદ PI  ખાચરે ગાયકવાડ હવેલી પોલીસ સમક્ષ હાજર થયા હતા. અમદાવાદ ઇ ડીવીઝન SP વાણી દુધાત દ્વારા PI  ખાચરની આઠ કલાક પુછપરછ કરી નિવેદન નોંધવામાં આવ્યું હતું. પોલીસે PI ખાચરનો મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા.

યુવતીના પર્સમાંથી મળી 15 પેજની સ્યુસાઈડ નોટ

આ ઘટનામાં ર્ડાક્ટરનાં પર્સમાંથી 15 પેજની સ્યુસાઈડ નોટમાં PI ખાચર વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં PI  ખાચરથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. PI  ખાચર તેમજ મૃતક ડૉ. વૈશાલી જોષી વચ્ચે પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં  સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'હું જે અંતિમ પગલુ ભરવા જઈ રહી છું, તેની પાછળ PI ખાચર જવાબદાર છે. મારી અંતિમ વિધિ PI ખાચર કરે તેવો પણ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ હતો. મહિલા અને પોલીસ ઈન્સ્પેક્ટર ખાચર વચ્ચે 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો.'

દેવાયત ખવડ સામે જીવલેણ હુમલાની થઈ હતી ફરિયાદ

સામે દેવાયત ખવડ વિરુદ્ધ પણ રાજકોટ શહેરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને દેવાયતને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં દેવાયત ખવડ અને સાગરીતો દ્વારા બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાગરીતો સામે ગુનો નોંધાયો હતો. ગુના બાદ 10 દિવસ જેટલું બહાર ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે પોલીસ સામે  સરેન્ડર કર્યું હતું અને બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જેમાં 19મી ડિસેમ્બરે ખવડ સહિત અને બીજા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે રિમાન્ડની માંગણી ન કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.

સાબરમતી જેલમાં બંધ PI ખાચર સાથે દેવાયત ખવડે કરી મુલાકાત, જાણો કયા કેસમાં થઈ હતી કાર્યવાહી 3 - image

યુવક પર હુમલાના કેસમાં જેલમાં 72 દિવસ બંધ દેવાયત ખવડને ફેબ્રુઆરી 2023માં જામીન મળ્યા હતા. જેમાં 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે હાઇકોર્ટે જામીન આપ્યા હતા.


Google NewsGoogle News