Get The App

સ્માર્ટ સિટી તંત્ર છતાં પાંચ વર્ષમાં અમદાવાદમાં રોડ સંબંધિત ૧.૫૩ લાખ ફરિયાદ

રોડની કામગીરી પાછળ ચાર હજાર કરોડથી વધુનો ખર્ચ છતાં બિસ્માર રસ્તા

Updated: Mar 10th, 2025


Google News
Google News

     સ્માર્ટ સિટી તંત્ર છતાં  પાંચ વર્ષમાં અમદાવાદમાં રોડ સંબંધિત ૧.૫૩ લાખ ફરિયાદ 1 - image

  અમદાવાદ,સોમવાર,10 માર્ચ, 2025

સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પાંચ વર્ષમાં સમગ્ર શહેરમાંથી રોડ સંબંધિત ૧.૫૩ લાખ ફરિયાદ મળી છે.ચાર વર્ષમાં નવા રોડ બનાવવા,રિસરફેસ કરવા જેવી કામગીરી પાછળ રુપિયા ચાર હજાર કરોડથી વધુનો ખર્ચ કરાયો હોવાછતાં  શહેરમાં હાલમાં પણ અનેક બિસ્માર રસ્તા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

વર્ષ-૨૦૨૧થી ૨૦૨૫ સુધીમાં રોડ પ્રોજેકટ દ્વારા રુપિયા ૨૦૭૮ કરોડ, સાત ઝોન દ્વારા રુપિયા ૫૯૦ કરોડ તથા સ્વર્ણિમ જયંતી અંતર્ગત મળેલી ગ્રાન્ટમાંથી રુપિયા ૧૭૧૪.૮૬ કરોડ મળી રોડ સંબંધિત અલગ અલગ કામગીરી કરવા માટે રુપિયા ૪૩૮૩.૧૬ કરોડનો ખર્ચ કરાયો છે.વોર્ડ દીઠ બે એમ ૯૬ સિમેન્ટના રોડ બનાવવાના હતા.હજી સુધી ૬૦ ટકા કામગીરી કરાઈ છે.વિપક્ષના આક્ષેપ મુજબ, જંગી રકમનો ખર્ચ શહેરમાં રોડ સંબંધિત કામગીરી પાછળ ખર્ચ કરાયા પછી પણ પાંચ વર્ષમાં ૩૩૬ મોટા ભુવા પડયા હતા.હાઈકોર્ટની વારંવાર ટકોર પછી પણ મ્યુનિસિપલ તંત્ર કે સત્તાધીશો શહેરમાં ટકાઉ રોડ આપવામાં નિષ્ફળ પુરવાર થયા છે.

રોડ સંબંધિત કયા વર્ષમાં કેટલી ફરિયાદ

વર્ષ    કુલ ફરિયાદ

૨૦૨૦ ૧૯૩૫૮

૨૦૨૧ ૨૬૨૮૫

૨૦૨૨ ૩૧૮૬૩

૨૦૨૩ ૩૫૨૪૨

૨૦૨૪ ૪૦૬૬૦

કુલ     ૧,૫૩,૪૦૮     

Tags :
AMCworkpolicy

Google News
Google News