Get The App

શરમ કરો...શરમ... AMC વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં 215 PIL છતાં તંત્ર સુધરતું જ નથી

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
શરમ કરો...શરમ... AMC વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં 215 PIL છતાં તંત્ર સુધરતું જ નથી 1 - image


Ahmedabad Municipal Corporation : અમદાવાદને મેગા સિટી કે સ્માર્ટ સિટીનું બિરુદ અપાયું છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી પ્રાથમિક સુવિધા મેળવવા લોકોએ કાયદાની મદદ લેવી પડી છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન વિરુદ્ધ 215 જાહેર હિતની થયેલી અરજી પૈકી રસ્તા, ગટર અને પાણી જેવી બાબત માટે 115 જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટની અનેક વખત ફટકાર પછી પણ મ્યુનિસિપલ તંત્ર સુધરતું જ નથી.

રોડ, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધા મેળવવા લોકોએ 115 અરજી કરવી પડી

અમદાવાદમાં ખરાબ રસ્તાની બાબત હોય, રખડતાં પશુઓની સમસ્યા હોય કે પછી ટ્રાફિક વિષયની બાબત હોય. આ પ્રકારની તમામ બાબતોને લઈ ગુજરાત હાઇકોર્ટ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સંબંધિત વિભાગના અધિકારીઓને કડક કાર્યવાહી કરવા વખતોવખત આદેશ આપેલા છે. આમ છતાં હાલમાં પણ રખડતાં ઢોર, ટ્રાફિકની સમસ્યા, રોડ ઉપર પડેલા ખાડા જેવી અન્ય બાબતને લઈ શહેરીજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 

આ પણ વાંચો : ગુજરાતીઓને થયો હાશકારો: મેઘરાજાએ લીધો વિરામ, ગત 24 કલાકમાં મુન્દ્રા તાલુકામાં સૌથી વધુ એક ઇંચ

વિપક્ષ નેતાએ કરેલા આક્ષેપ મુજબ, મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને સત્તાધીશો દ્વારા કરવામાં આવતા મનસ્વી વહીવટના કારણે પ્રાથમિક સુવિધાનું સ્તર સતત કથળતું રહ્યું છે. શહેરીજનોને રસ્તા, ગટર તથા પાણી જેવી પ્રાથમિક સુવિધા મેળવવા માટે પણ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવી પડી છે. શહેરીજનો નિયમિત રીતે તમામ કરવેરા ભરતાં હોવા છતાં તંત્ર કે શાસકપક્ષ સારી પ્રાથમિક સુવિધા આપવા મામલે પણ સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.


Google NewsGoogle News