Get The App

અમદાવાદના નરોડામાં AMCનું ડિમોલિશન, સામાન બહાર કાઢવાનો પણ સમય આપ્યો નહીં

Updated: Feb 10th, 2025


Google News
Google News
અમદાવાદના નરોડામાં AMCનું ડિમોલિશન, સામાન બહાર કાઢવાનો પણ સમય આપ્યો નહીં 1 - image


Demolition Ahmedabad: રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આજે (10મી ફેબ્રુઆરી) એએમસીની ટીમ અને પોલીસની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી. નોબલનગરમાં આવેલા કોમ્પલેક્ષની 25થી 30 દુકાનો પાડી પાડવામાં આવી હતી. વેપારીઓને દુકાનમાંથી સામાન બહાર કાઢવાનો પણ સમય આપ્યો નહતો.

વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું

મળતી માહિતી અનુસાર,નરોડાના નોબલનગરમાં આવેલા કોમ્પલેક્ષની 25થી 30 દુકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી હતી. જેને લઈને દુકાનદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ અરજીનો જવાબ આવે તે પહેલા જ એએમસીની ટીમે પોલીસની હાજરીમાં દુકાનો તોડી પાડી હતી. દુકાનમાંથી સામાન બહાર કાઢવાનો પણ સમય આપ્યો નહતો, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

અમદાવાદના નરોડામાં AMCનું ડિમોલિશન, સામાન બહાર કાઢવાનો પણ સમય આપ્યો નહીં 2 - image

Tags :
DemolitionAMCAhmedabad

Google News
Google News