Get The App

અમદાવાદના જમાલપુરમાં ડિમોલિશન, કાચની મસ્જિદ નજીકની વક્ફની જગ્યા પર બનેલી ગેરકાયદે દુકાનો તોડી પડાઈ

Updated: Jan 18th, 2025

GS TEAM


Google News
Google News
Demolition in Jamalpur


Demolition in Jamalpur, Ahmedabad : ગુજરાતમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામને લઈને દ્વારકા સહિત અમદાવાદમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રાજ્ય મુસ્લિમ વક્ફ બોર્ડની જમીન પર બાંધવામાં આવેલી ગેરકાયદેસર દુકાનોને આજે શનિવારે તંત્ર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે.  જેમાં પોલીસ બંદોબસ્તને સાથે રાખીને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા 10 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી.  

જમાલપુરમાં ગેરકાયદેસર 10 દુકાનો તોડી પાડી

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યા પર કેટલાક શખ્સોએ દુકાનો બનાવી દેવામાં આવી હોવાના આક્ષેપ કરાયા હતા. જ્યારે જમીન વક્ફ બોર્ડની હોવાનો ખુલાસો થયો હતો. જેનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. સમગ્ર મામલે કોર્ટે કોર્પોરેશનને આદેશ આપતા ગેરકાયદેસર બાંધકામ કરાયેલી દુકાન તોડી પાડવામાં આવી હતી. 

આ પણ વાંચો: આગામી પાંચ દિવસ સુધી ઠંડીથી નહીં મળે રાહત, હવામાન વિભાગની આગાહી

સમગ્ર મામલે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, ભાડા પેટે લેવામાં આવેલી જગ્યાને મૂળ માલિકને પરત આપી દેવામાં આવી છે. મુસ્લિમ વક્ફ બોર્ડની જગ્યા પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી દુકાનોનું લાખો રૂપિયા ભાડું ઉઘરાવવામાં આવતું હોવાને લઈને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વાર તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, કોઈ પણ મંજૂરી લીધા વગર દુકાનો બનાવી દેતા એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી હતી. 


Tags :