Get The App

આસોમાં ભાદરવા જેવી ગરમીથી લોકો ત્રસ્ત : હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
આસોમાં ભાદરવા જેવી ગરમીથી લોકો ત્રસ્ત : હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌ 1 - image


Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી યથાવત્‌ રહેતાં સળંગ છઠ્ઠા દિવસે 37 ડિગ્રીથી વઘુ તાપમાન નોંધાયું હતું. હજુ એક સપ્તાહ તાપમાન 37 ડિગ્રીથી વઘુ જ રહે તેવી સંભાવના છે. 

આજે 37.2 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. દિવસ દરમિયાન આકરા તાપથી લોકો ત્રસ્ત થયા હતા. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસમાં તાપમાન 38 ડિગ્રીને પાર જઇ શકે છે. આમ, દિવાળીના તહેવારોમાં પણ ગરમીથી રાહત મળવાની સંભાવના નહિવત્‌ છે.  

સોમવારે રાત્રિએ અમદાવાદમાં 24.5 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.4 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હાલની સ્થિતિ પ્રમાણે પાંચ નવેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. દરમિયાન આજે 39.7 ડિગ્રી સાથે ડીસામાં સૌથી વઘુ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 39 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. 

ગુજરાતમાં ક્યાં વધારે ગરમી

શહેરતાપમાન
ડીસા39.7
રાજકોટ39.0
ભુજ37.8
અમદાવાદ37.2
અમરેલી

37.0

શહેરતાપમાન
વડોદરા37.0
ગાંધીનગર37.0
છોટા ઉદેપુર36.0
સુરત35.6
ભાવનગર35.2



Google NewsGoogle News