Get The App

ડીસા અગ્નિકાંડનો સૂત્રધાર દીપક મોહનાની IPlની મેચમાં અમદાવાદ સ્ટેડિયમમાં સટ્ટો રમાડતો હતો

Updated: Apr 2nd, 2025


Google News
Google News
ડીસા અગ્નિકાંડનો સૂત્રધાર દીપક મોહનાની IPlની મેચમાં અમદાવાદ સ્ટેડિયમમાં સટ્ટો રમાડતો હતો 1 - image

Deesa Fire Tragedy: ડીસા અગ્નિકાંડના સુત્રધાર તરીકે ખુબચંદ મોહનાની અને તેના પુત્ર દિપક મોહનાનીનું નામ ખુલ્યું છે. દિપક મોહનાની વર્ષ 2024માં અમદાવાદના સ્ટેડીયમમાં IPlની મેચ દરમિયાન સટ્ટો રમાડતાં પકડાયો હોવાની પ્રાથમિક વિગતો મળતાં જ ચાંદખેડા પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

ચાંદખેડા પોલીસે  દીપક મોહનાણીની ધરપકડ પણ કરી હતી

ડીસામાં 21 શ્રમિકોનો ભોગ લેનાર ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલક પિતા-પુત્ર ખુબચંદ અને દિપક મોહનાનીની ગુના કુંડળી કાઢવા સમગ્ર રાજ્યની પોલીસ કાર્યરત થઈ છે. એવી ચોંકાવનારી વિગતો ખુલી છે કે, વર્ષ 2024માં અમદાવાદના સ્ટેડીયમમાં આઈપીએલ સટ્ટો રમાડતાં દિપક મોહનાની ઝડપાઈ ગયો હતો.

31 માર્ચ 2024ના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આઈપીએલની ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ ઉપર લાઈવ ક્રિકેટ સટ્ટો રમાડતાં અનેક સટ્ટોડીયા પકડાયા હતા. ઝોન-2 એલસીબીની ટીમે પ્રેસિડેન્ટ ગેલેરીમાંથી દીપક મોહનાને એક મોબાઈલ ફોન 12,500 સાથે પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી પકડાયેલા મોબાઈલ ફોનમાંથી ક્રિકેટ સટ્ટા બેટિંગનું માસ્ટર આઈડી મળી આવ્યું હતું. આ માસ્ટર આઈડીમાં 17 ચાલુ ક્લાયન્ટના નામ પણ મળ્યા હતા. સાથે જ ક્રિકેટ સટ્ટો રમાડવા માટેનું એક આઈડી પણ મળ્યું હતું. તે સમયે દીપક મોહનાણીએ ચાંદખેડા પોલીસને એવી કેફીયત આપી હતી કે, ડીસા પૂણેનગરી સોસાયટીમાં રહેતા પાડોશી રાજેશકુમાર પરમાનંદ મહેશ્વરી પાસેથી કમીશન પર માસ્ટર આઈડી મેળવ્યું  હતું. ચાંદખેડા પોલીસે  દીપક મોહનાણીની ધરપકડ પણ કરી હતી.

ડીસા અગ્નિકાંડનો સૂત્રધાર દીપક મોહનાની IPlની મેચમાં અમદાવાદ સ્ટેડિયમમાં સટ્ટો રમાડતો હતો 2 - image

Tags :