ગુજરાતમાં વાવાઝોડાની આફતના એંધાણ, અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ભેગી

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં વાવાઝોડાની આફતના એંધાણ, અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ભેગી 1 - image


Heavy Rains To Continue Due to Deep Depression : આજે 29 ઑગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાનાર પવન વધુ તેજ બનતાં 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાના અણસાર છે. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છ પર બનનાર ડીપ ડિપ્રેશન ગત છ કલાક દરમિયાન લગભગ એક જ જગ્યાએ સર્જાયું છે. થોડા દિવસ અગાઉ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું હતું તે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં તબદીલ થયું હતું, જે હવે લો પ્રેશર ડિપ્રેશનમાં તબદીલ થયા બાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતાં 30 ઑગસ્ટ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.

ગઈકાલે(28 ઑગસ્ટ)ના રોજ ભારતીય સમયાનુસાર 23:30 વાગે તે એ જ વિસ્તારમાં કેન્દ્રિત રહ્યું, જ્યાં ગુજરાતના ભૂજથી 50 કિમી ઉત્તર-ઉત્તર-પશ્ચિમ, નલિયાથી 100 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ અને પાકિસ્તાનના કરાંચીથી 290 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં છે.

આ પણ વાંચો : સાવચેતી રાખજો! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી

આ સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં ધીમે ધીમે પશ્વિમ-દક્ષિણ-પશ્વિમ તરફ વધશે ને આજે 29 ઑગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છ અને પાકિસ્તાનના તટીય આસપાસના વિસ્તારો સુધી પહોંચી જશે. આ પશ્વિમ-દક્ષિણ-પશ્વિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 30 ઑગસ્ટ સવાર સુધી કચ્છ અને આસપાસના સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના તટોથી દૂર ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં ઉદ્ભવશે.

આ પણ વાંચો : Ground Report : જામનગરમાં પૂરના પાણી ઓસરવાનું શરુ, તારાજીના દ્રશ્યો જોઇ હચમચી ઉઠશો

હવામાન વિભાગે પોતાની અપડેટમાં કહ્યું કે આ ભારતીય તટથી દૂર ઉત્તર-પૂર્વ-અરબ સાગર ઉપર પશ્વિમ-દક્ષિણ-પશ્વિમ તરફ આગળ વધતાં, 30 ઑગસ્ટના રોજ ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં પોતાનું વિકારળ સ્વરૂપ બતાવશે.

વાવાઝોડાની ગતિવિધના લીધે ભારે વરસાદના અણસાર

ડીપ ડિપ્રેશનના લીધે આજે 29 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે 30 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

ભારે પવન ફૂંકાવાની આગાહી

હવામાન વિભાગે પોતાની તાજા અપડેટમાં કહ્યું કે આજે 29 ઑગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ગતિએ ફૂંકાનાર પવન વધુ ગતિ પકડતાં 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની આગાહી છે.

તો બીજી તરફ 30 ઑગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અને પાકિસ્તાનના તટ અને પૂર્વોત્તર તથા તેની આસપાસના પૂર્વ મધ્ય અરબ સાગરના વિસ્તારોમાં 55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવાની આશંકા છે. આજે ઉત્તર મહારાષ્ટ્રના તટ અને તેને અડીને આવેલા તટીય વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની હડપે ફૂંકાનાર પવન વધુ તેજ બનતાં 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાના અણસાર છે.


Google NewsGoogle News