મોટેરામાં મેટ્રો સ્ટેશન માટે પ્લોટ આપવા નિર્ણય, ચારતોડા કબ્રસ્તાન વિસ્તારમાં રોડ પહોળો કરવા કામગીરી શરુ કરાઈ

ઓટલા પ્રકારના વધારાના બાંધકામ તોડાયા બાદ મોટી મિલકત કપાશે

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News

     મોટેરામાં મેટ્રો સ્ટેશન માટે પ્લોટ આપવા  નિર્ણય, ચારતોડા કબ્રસ્તાન વિસ્તારમાં  રોડ પહોળો કરવા કામગીરી શરુ કરાઈ 1 - image

  અમદાવાદ,સોમવાર,18 સપ્ટેબર,2023

અમદાવાદ મ્યુનિ.ની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં મોટેરા ખાતે મેટ્રો સ્ટેશન બનાવવા પ્લોટ આપવા નિર્ણય કરાયો હતો.શહેરના ચારતોડા કબ્રસ્તાન વિસ્તારમાં રોડ પહોળો કરવા તંત્ર દ્વારા કામગીરી શરુ કરાઈ છે.ઓટલા પ્રકારના વધારાના બાંધકામ તોડાયા બાદ મોટી મિલકત રોડ પહોળો કરવા કપાતમાં લેવાશે.

ચારતોડા કબ્રસ્તાન વિસ્તારમાં હયાત ૧૨ મીટર પહોળાઈના રોડને ૩૦ મીટરનો કરવા શરુ કરવામાં  હાલમાં ઓટલા પ્રકારના બાંધકામ તોડવામાં આવ્યા હોવાનુ ટી.પી.કમિટીના ડેપ્યુટી ચેરમેને કહયુ હતુ.ટી.પી.સ્કીમ નંબર-૧૨૫ સૈજપુર-ગોપાલપુર-શાહવાડી સરકારના પરામર્શ માટે મોકલવા કમિટીએ મંજુરી આપી હતી.સરકારની મંજુરી મળ્યા બાદ ગાર્ડન-ઓપનસ્પેશ, પ્લે ગ્રાઉન્ડ તથા અર્બન ફોરેસ્ટ હેતુ માટેના ૨૦,આર્થિક પછાત વર્ગના લોકો માટે ૬, સામાજિક માળખાગત સુવિધા માટે ૨૧ ઉપરાંત કોમર્શિયલ હેતુથી વેચાણ માટે ૧૫, ઔદ્યોગિક હેતુ વેચાણ માટે ૨૮ મળી કુલ ૯૦ પ્લોટ મ્યુનિ.ને પ્રાપ્ત થશે.ચાંદખેડામાં ટી.પી.સ્કીમ નંબર-૭૬-બી સરકારના પરામર્શ માટે મોકલવા કમિટીએ મંજુરી આપી છે.સરકારની મંજુરી મળ્યા બાદ વાણીજય, રહેણાંક તથા સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર હેતુ માટેના ત્રણ પ્લોટ મ્યુનિ.ને મળશે.


Google NewsGoogle News