Get The App

મુસાફરો માટે લેવાયો નિર્ણય: ભારતીય રેલવે તહેવારોમાં દોડાવશે 16 સ્પેશિયલ ટ્રેન

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
મુસાફરો માટે લેવાયો નિર્ણય: ભારતીય રેલવે તહેવારોમાં દોડાવશે 16 સ્પેશિયલ ટ્રેન 1 - image


Festival Special Trains: દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વતનથી દૂર અમદાવાદ ખાતે નોકરી ધંધા અર્થે વસવાટ કરતા લોકો માટે ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધે છે. દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર 21 ઓક્ટોબરથી 10 નવેમ્બર દરમિયાન અમદાવાદથી 16 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ વખત દોડાવવામાં આવશે. 

દર વર્ષની માફક આ વર્ષે પણ ભારતીય રેલવે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં આ મોટો નિર્ણય લેવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદથી ગ્વાલિયર (ટ્રેન નંબર 09411) વચ્ચે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. 

અમદાવાદ-ગ્વાલિયર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09411 અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ 19, 26 ઓક્ટોબર અને 02 નવેમ્બર 2024 (શનિવાર) ના રોજ અમદાવાદથી રાત્રે 08.25 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 01.00 વાગે ગ્વાલિયર પહોંચશે. આ પ્રમાણે ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ 20, 27 ઓક્ટોબર અને 03 નવેમ્બર 2024 (રવિવાર) ના રોજ ગ્વાલિયરથી 04.30 વાગે ઉપડશે તથા બીજા દિવસે સવારે 09.05 વાગે અમદાવાદ પહોંચશે.

અમદાવાદથી પટણા, કાનપુર, દરભંગા જવા માટે વિશેષ ટ્રેન

આ ઉપરાંત અમદાવાદથી પટણા વચ્ચે (ટ્રેન નંબર 09447 અને 09493), સાબરમતીથી પટણા (ટ્રેન નંબર 09405 ), અમદાવાદથી દરભંગા (ટ્રેન નંબર 09465), અમદાવાદથી દાનાપુર (ટ્રેન નંબર 09417 અને 09457), અમદાવાદથી આગરા (ટ્રેન નંબર 04166, 04168 અને 01920), અમદાવાદથી તિરુચિરાપલ્લી (ટ્રેન નંબર 09419) અમદાવાદથી બરૌની ( ટ્રેન નંબર 09413 ), અમદાવાદથી કાનપુર (ટ્રેન નંબર 01906), સાબરમતીથી સીતામઢી ((ટ્રેન નંબર 09421 ), સાબરમતીથી હરિદ્વાર (ટ્રેન નંબર 09425), ગાંધીધામથી ભાગલપુર (ટ્રેન નંબર 09451)  અને ગાંધીધામથી બાન્દ્રા (ટ્રેન નંબર 09416) દોડાવવામાં આવશે. 



Google NewsGoogle News