ગુજરાત સરકારનો કર્મચારીઓ-પેન્શનરોના હિતમાં માટો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
મોંઘવારી ભથ્થાના વધારાની રકમ એટલે કે આઠ માસનો તફાવત ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે
Dearness Allowance : ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો નિર્ણય કર્યો છે, જેમાં સરકારે જુલાઈ-2023થી ચાર ટકા મોંધવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જો કે મોંઘવારી ભથ્થાના વધારાની રકમ એટલે કે આઠ માસનો તફાવત ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે. આ નિર્ણયથી રાજ્ય સરકારના નવ લાખ કર્મચારીઓને ફાયદો થશે.
મોંધવારી ભથ્થાની વધારાની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે
અગાઉ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે ચૂકવણી થતી હતી
ગુજરાત સરકારના આ નિર્ણયથી 4.45 લાખ કર્મચારીઓને અને 4.63 લાખ પેન્શનરોને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. આ ઉપરાંત LTC માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર સાતમા પગારપંચ પ્રમાણે થશે. અગાઉ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે ચૂકવણી થતી હતી. આ સિવાચ ગુજરાત સરકાર NPSના કર્મચારીઓમાં 14 ટકા આપશે અને NPSના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે.