Get The App

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો 1 - image


Increase in Dearness Allowance : ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નાણા વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. જેમાં 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. એટલે હવે 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું પેન્શનરોને અને કર્મચારીઓને મળશે.

રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનરોને થશે લાભ

ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે, ત્યારે તેમાં હવે રાજ્યના લગભગ 4.45 લાખ કર્મચારી સહિત 4.63 લાખ પેન્શનરોને લાભ મળશે. જેમાં રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે (પેઈડ ઈન જાન્યુઆરી 2025) રોકડમાં ચૂકવવાની રહેશે. જેમાં મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો 2 - image

આ પણ વાંચો: અમદાવાદમાં યોજાશે BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ', 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો 3 - image


Google NewsGoogle News