Get The App

સાબરમતીના ૨૨ વર્ષ જુના હત્યા કેસના આરોપીને દિલ્હીથી ઝડપી લેવાયો

યુવકે મિત્ર સાથે મળી યુવતીના પ્રેમીની હત્યા કરી હતી

ડીસીપી ઝોેન-૨ સ્ક્વોડના સ્ટાફે વેશ પલ્ટો કરીને રેકી કર્યા બાદ ૧૫ વર્ષ જુના ડબલ મર્ડર કેસના વોન્ટેડ આરોપીની ધરપકડ કરી

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
સાબરમતીના ૨૨ વર્ષ જુના હત્યા કેસના આરોપીને દિલ્હીથી ઝડપી લેવાયો 1 - image

અમદાવાદ,સોમવાર

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં  ૨૨ વર્ષ પહેલા પ્રેમ સંબધ મામલે બદલો લેવાના ઇરાદે મિત્રની મદદથી યુવકની હત્યા કરીને ફરાર થઇ ગયેલા આરોપીને ડીસીપી ઝોન-૨ સ્ક્વોડના સ્ટાફ દ્વારા દિલ્હીથી ઝડપી લેવામાં સફળતામાં મળી છે.  આ ઉપરાંત, સ્ક્વોડના સ્ટાફે ૧૫ વર્ષ જુના ડબલ મર્ડર કેસના વોન્ટેડ આરોપીને હરિયાણાથી ઝડપી લીધો હતો. આમ, એક સાથે બે જુના કેસનો ભેદ ઉકેલતા મહત્વની સફળતા મળી છે.

સાબરમતીના ૨૨ વર્ષ જુના હત્યા કેસના આરોપીને દિલ્હીથી ઝડપી લેવાયો 2 - imageસાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં ૨૨ વર્ષ પહેલા ૪ ફેબુ્રઆરી ૨૦૦૩ના રોજ  સવારે ચૈનપુર થી ગોતા જવાના રસ્તા પર  પ્રકાશ  જમોડ નામના યુવકનો મૃતદેહ હત્યા કરેલી હાલતમાં મળી આવ્યો હતો.  જે અનુસંધાનમાં મૃતકના પિતાએ સાબરમતી પોલીસ મથકે અનિલ સોની નામના આરોપી વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જો કે આ કેસમાં આરોપી ફરાર થઇ ગયો હતો. જે અંગે તપાસ કરતા ડીસીપી ઝોન-૨ એલસીબીના પીએસઆઇ કે ડી પટેલને બાતમી મળી હતી કે અનિલ સોની દિલ્હીના શાહદરા અશોકનગરમાં  રહે છે અને કોન્ટ્રાક્ટર અને કડીયા તકીકે કામ કરે છે. જે અંગે તપાસ કરવા પોલીસની ટીમે સતત બે દિવસ આઇસક્રીમ સેલર, ફ્રુટના વેપારી અને કડીયા બનીને વોચ ગોઠવીને અનિલ સોનીને ઝડપી લીધો હતો. 

સાબરમતીના ૨૨ વર્ષ જુના હત્યા કેસના આરોપીને દિલ્હીથી ઝડપી લેવાયો 3 - image

પોલીસે આરોપીને પકડવા કડીયાનો વેશ ધારણ કર્યો

આ અંગે માહિતી આપતા ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું કે અનિલ સોનીની તેના સગા ભાઇ સુનિલ જોષીની પત્નીની નાની બહેન રાધા સાથે સગાઇની વાત ચાલતી હતી. આ દરમિયાન અનિલ  મધ્યપ્રદેશથી અમદાવાદ રહેવા માટે આવ્યો હતો અને ચાંદલોડીયા ખાતે તેના મિત્ર સાથે રહેતો હતો. આ સમયે રાધા તેની સાથે આવી હતી. પરંતુ, તેને ઘાટલોડીયામાં રહેતા  પ્રકાશ જમોડ નામના યુવક સાથે પ્રેમ થતા તે તેની સાથે લીવ ઇનમાં વેજલપુરમાં આવેલા ગોકુલધામ ફ્લેટમાં રહેતી હતી અને તેણે અનિલ સાથે લગ્ન કરવાની ના કહી હતી. જેની અદાવત રાખીને અનિલ સોનીએ તેના મિત્ર સુરેશ રાઠોડ સાથે મળીને તેને રસ્તામાં આંતરીને  હત્યા કરી હતી. 

સાબરમતીના ૨૨ વર્ષ જુના હત્યા કેસના આરોપીને દિલ્હીથી ઝડપી લેવાયો 4 - image

પોલીસ આરોપી પકડવા ફ્રુટના વેપારી બની

જ્યારે વર્ષ ૨૦૦૯માં આરટીઓ સર્કલ પાસે જાહેરમાં ફાયરીંગ કરીને ચણા ચોર ગરમના ધંધામાં અદાવત રાખીને બે યુવકોની હત્યા કરવામાં આવી હતી. જે કેસમાં ફરાર સહઆરોપી દિનેશ કુશવાહ  હરિયાણાના શાહાબાદમાં રહેતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમ દ્વારા સતત બે દિવસ અલગ અલગ ફેરિયાના વેશ ધારણ કરીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો.


Tags :