આરોપી દંપત્તિને આપી હાઇપ્રોફાઇલ સુવિધા, DCPએ ચાંદખેડા પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા
Chandkheda Police Station : અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી દંપત્તિને હાઇપ્રોફાઇલ સુવિધા આપવા બદલ ચાંદખેડા PI અને ACP સહિત ચાર પોલીસકર્મીઓને DCPએ સસ્પેન્ડ કરી દીધા છે. સમગ્ર મામલે ચાંદખેડા PI અને ACP DCPને સમજાવવા ગયા હતા પણ અધિકારી માન્ય ન હોવાની ચર્ચા થઈ રહી છે. જ્યારે DCPએ PI સામે ઈન્કવાયરી આપી હોવાની ચર્ચા થઈ રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદ શહેર પોલીસની કોમ્બિંગ નાઈટ દરમિયાન ચાંદખેડા વિસ્તારમાં પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પોલીસે એક કારને રોકાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારમાં સવાર કારચાલક અનુજ પટેલ અને તેની પત્નીએ પોલીસ પર કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કારચાલક અનુજ પટેલે પોલીસ કર્મચારી નિતેશ માળી અને રાયમલભાઈની પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કારમાં સવાર આરોપીની પત્નીએ તેના પતિને કાર ભગાડવા માટે ઈશારાઓ કર્યા હતા. સમગ્ર ઘટનામાં પોલીસકર્મીને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ચાંદખેડા પોલીસના PI સહિતની ટીમે કારચાલકને પકડવા પીછો કર્યો હતો છતાં પણ ફોર્ચ્યુનર કારચાલક ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: હરતુ ફરતું પુસ્તકાલય: અમદાવાદ બુક ફેસ્ટિવલમાં જાવ તો આ બસમાં જરૂર કરજો જ્ઞાનયાત્રા
આ પછી પોલીસે સમગ્ર મામલે આરોપી દંપતીને ઝડપી પાડવા માટે કારના નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે સાયન્સ સિટી ખાતે આવેલા દંપતીના ઘરેથી બંને પતિ-પત્નીની ધરપકડ કરી હતી. જેમાં આરોપી અનુજ પટેલ જમીન દલાલીનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતાં આરોપીએ જણાવ્યું હતું કે, પોલીસ કોમ્બિંગ જોઈ ને ડરી ગયો હોવાથી કાર સ્પીડમાં ભગાડી હતી.