પુત્રવધૂએ સાસુના માથામાં પથ્થર મારી દેતા ઇજા
ધમાલ કરતા બાળકોને શાંત રાખવાનું કહેતા પૂત્રવધૂ ઉશ્કેરાઇ ગઇ
વડોદરા,માંજલપુરમાં નજીવી બાબતે ઝઘડો થતા પુત્રવધૂએ સાસુને માથામાં પથ્થર મારી દીધો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે પાર્થભૂમિમાં રહેતા ગીતાબેન પ્રવિણભાઇ પરમારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારી માતા માંજલપુર અલવા નાકા પાસે હરિદર્શન નગરમાં એકલી રહે છે. તેની બાજુના મકાનમાં મારો ભાઇ રાજેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર રહે છે. ગત ૨ જી તારીખે મારા ભાઇના નાના બાળકો ઘરમાં ધમાલ મસ્તી કરતા હોવાથી મારી માતા સૂરજબેને મારા ભાઇની પત્ની રૃપાંગીબેનને કહ્યું કે, બાળકો ખૂબ ધમાલ કરે છે. તેઓને શાંત કરો. મારા ભાભીએ તેઓની સાથે ઝઘડો કરી ઘરની પાસે પડેલો પથ્થર છૂટ્ટો મારી દેતા મારી માતાને માથામાં ઇજા થઇ હતી. મારા ભાઇએ પણ ઉપરાણું લઇને મારી માતા સાથે ઝઘડો કર્યો હતો.