Get The App

'મારું એનકાઉન્ટર કે હત્યા થાય તો IPS પાંડિયન જવાબદાર', જિજ્ઞેશ મેવાણીએ કેમ વ્યક્ત કર્યો ભય? જાણો સમગ્ર વિવાદ

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
Jignesh Mevani


Jignesh Mevani protests against IPS officer Pandian: ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં દલિતોના પ્રશ્નો અંગે રજૂઆત કરવા ગયેલાં વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી અને આઈપીએસ રાજકુમાર પાંડિયન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પ્રકરણમાં બને વચ્ચે વિખવાદ વકર્યો છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એવો ભય વ્યક્ત કર્યો છે કે, 'જો મારું કે મારા પરિવારના સભ્યનું એન્કાઉન્ટર કે હત્યા થાય તો આઇપીએસ પાંડિયન જવાબદાર રહેશે.'

'રાજકુમાર પાંડિયને મારી સાથે અણછાજતુ વર્તન કર્યુ'

કચ્છ, સુરેન્દ્રનગર સહિત જુદા જુદા જિલ્લામાં દલિતોની જમીનો અસામાજીક તત્ત્વોએ પચાવી પાડી છે. ત્યારે આ મામલે સ્થાનિક જિલ્લા તંત્રના અધિકારીઓને વારંવાર રજૂઆત કર્યા પછી નિરાકરણ આવી શક્યું નથી. આ પ્રકરણ મુદ્દે અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવનમાં પત્રકાર પરિષદ સંબોધતા જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, 'દલિતોના પ્રશ્નો માટે ગુજરાત સીઆઇડી, એસસી-એસટી, માનવ અધિકારના અધિક પોલીસ મહાનિર્દેશક રાજકુમાર પાંડિયને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમણે પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી મારી સાથે અણછાજતુ વર્તન કર્યુ હતું. મોબાઈલ ફોન ઓફિસની બહાર મૂકીને આવો, તમે ટી શર્ટ કેમ પહેરી છે? આવા સવાલ કરીને અપમાનિત કર્યા હતાં. દલિતોના અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.'

આ પણ વાંચો: ટેક્સની આવકમાંથી ગુજરાતને મળતો હિસ્સો 41 ટકાથી વધારી 50 ટકા કરવા દરખાસ્ત, બજેટ કરતાં દેવું વધુ


કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી જણાવ્યું હતું કે, '23મી ઓક્ટોબરે ગાંધીનગર ખાતે ડીજી ઓફિસની બહાર દલિતો સંગઠનો રાજકુમાર પાંડિયન સામે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરવામાં આવશે.' એવી પણ માંગ કરવામાં આવી છે કે, ચૂંટાયેલાં જનપ્રતિનિધી સાથે અણછાજતુ  વર્તન કરનારાં રાજકુમાર પાડિયનને સસ્પેન્ડ કરો.

જિજ્ઞેશ મેવાણીએ કયા કયા સવાલ ઊઠાવ્યાં

• બોપલ ઘુમામાં 300 કરોડ રૂપિયાની જમીનમાં 26 કરોડ રૂપિયાનો તોડ કોણે કર્યો હતો?

• 350 સ્પાનો 2 લાખ સુધીનો હપ્તો કોણ ઉઘરાવે છે?

• આંગડિયા પેઢી મારફતે કોણે દુબઈ પૈસા મોકલ્યાં?

• ગૌરવ, બિલ્લુ અને મનન કયા આઈપીએસના વહીવટદાર છે?

• સુરતમાં લવજી બાદશાહ અને જયંતિ બાબરિયા સામે ગુનો દાખલ ન કરવા માટે ક્યા આઇપીએસ દબાણ કર્યું હતું?

• પાસપોર્ટ કૌભાંડમાં કયા અધિકારીએ તોડ કર્યો હતો?

• એન્કાઉન્ટ પ્રકરણમાં કયા આઈપીએસના કહેવાથી કોશર બીને એનેસ્થેસિયાનું ઇન્જેકશન અપાયુ હતું?

'મારું એનકાઉન્ટર કે હત્યા થાય તો IPS પાંડિયન જવાબદાર', જિજ્ઞેશ મેવાણીએ કેમ વ્યક્ત કર્યો ભય? જાણો સમગ્ર વિવાદ 2 - image


Google NewsGoogle News