Get The App

અસના વાવાઝોડું: પાકિસ્તાન તરફ ફંટાયું વાવાઝોડું, જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં થઈ અસર

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
Asana Cyclone


Asana Cyclone Updates : રાજ્યમાં અસના વાવાઝોડાની અસરને કારણે કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. આ દરમિયાન કચ્છ તરફ આવતું આ વાવાઝોડું કચ્છને અડીને હાલ પશ્ચિમ તરફ એટલે કે પાકિસ્તાન બાજુ ફંટાયું હોવાથી રાજ્યમાં વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. આ ચક્રવાત ભૂજથી 240 કિમી. આગળ છે, ત્યારે કરાંચીથી દક્ષિણ પૂર્વ તરફની 160 કિમી. દૂરની સ્થિતિ પર છે.

આ પણ વાંચો : સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં થશે મેઘતાંડવ, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

કચ્છને અડીને પાકિસ્તાન બાજુ ફંટાયું 'અસના'

ગુજરાતમાં એક તરફ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ રાજ્યમાં અસના વાવાઝોડાનું સંકટ મંડરાયું હતું. જો કે, હવે અસના નામના વાવાઝોડાએ કચ્છને અડીને દિશા બદલતાં પાકિસ્તાન બાજુ ફંટાયું છે. વાવાઝોડું પશ્ચિમ તરફ વળ્યું હોવાથી રાજ્યમાં દુર્લભ ગણાતા અસના વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. આ ચક્રવાત ભૂજથી 240 કિમી. આગાળ છે, ત્યારે કરાંચીથી દક્ષિણ પૂર્વ તરફની 160 કિમી. દૂરની સ્થિતિ પર છે.

કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારને અસર

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અસના વાવાઝોડાએ એન્ટ્રી મારતા કચ્છ-સૌરાષ્ટ્ર સહિત રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં તેની અસર જોવા મળી હતી. જેમાં દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ છવાયો હતો. આ દરમિયાન, કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. 

આ પણ વાંચો : કચ્છમાં વાવાઝોડાના સંકટ વચ્ચે અબડાસાનું આખું ગામ બેટમાં ફેરવાયું, માંડવીની પાલિકાની ઓફિસ પાણીમાં

1976 પછી આ પ્રકારનું ચક્રવાત, અસના વાવાઝોડું

અરબ સાગરમાં 'અસના' નામનું ચક્રવાત, 1976 બાદ આ પ્રકારનું પ્રથમ ચક્રવાત છે. જ્યારે છેલ્લા 80 વર્ષની અંદરમાં આ પ્રકારના ત્રણ વાવાઝોડા આવ્યા છે. ભારતના હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, 'અગાઉ 1944, 1964 અને 1976ના સમયગાળામાં આ પ્રકારનું ચક્રવાત જોવા મળ્યું હતું.'

અસના વાવાઝોડું: પાકિસ્તાન તરફ ફંટાયું વાવાઝોડું, જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં થઈ અસર 2 - image


Google NewsGoogle News