અમદાવાદમાંથી સાયબર ફ્રોડ કરતી ગેંગના ત્રણ સાગરિતોને ઝડપાયા, ચાઇનીસ ગેંગ સાથે મળીને કરતા હતા છેતરપિંડી

અંજલી ચાર રસ્તા પાસેની હોટલમાં સાયબર ક્રાઇમનો દરોડો

ઓનલાઇન છેતરપિંડી કરીને ૩ ટકા કમિશન લઇને મોટુ રેકેટ ચલાવવામાં આવતું હતું.

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
અમદાવાદમાંથી સાયબર ફ્રોડ કરતી ગેંગના ત્રણ સાગરિતોને ઝડપાયા, ચાઇનીસ ગેંગ સાથે મળીને કરતા હતા છેતરપિંડી 1 - image


અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઇમના સ્ટાફને બાતમી મળી હતી કે અંજલી ચાર રસ્તા પાસે આવેલા કોમ્પ્લેક્સ સ્થિત ધ સ્ટે લાયન્સ નામની હોટલમાં એક આરોપી છુપાયો છે. જેના આધારે દરોડો પાડીને  સઇમ દેસાઇ (રહે.જન્નત ઉલ નઇમ, ફતેવાડી), ભયલુખાન બલોચ (રહે. પચાસ વારિયા, પાલિતાણા, ભાવનગર) અને આફતાબ દસાડિયા (રહે.તળાજા, ભાવનગર)ને ઝડપી લેવામાં આવ્યા હતા. 

સઇમ દેસાઇ વિરૂદ્વ સાયબર ક્રાઇમમાં ૬૬ ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળ્યું હતુ.  સઇમ દેસાઇ ભયલુખાન બલોચની મદદથી બેંક એકાઉન્ટની વિગતોનેટ બેકિંગ પાસવર્ડ મેળવીને દુબઇથી પાકિસ્તાની યુવતીના નામે સીમ કાર્ડ મેળવીને તેના દ્વારા છેતરપિંડી આચરતો હતો.

જેમાં આફતાબ દસાડિયાએ મદદ કરી હતી. આમ, અમદાવાદમાં બેસીને ચાઇનીસ ગેંગ સાથે મળીને ઓનલાઇન છેતરપિંડી કરીને ૩ ટકા કમિશન લઇને મોટુ રેકેટ ચલાવવામાં આવતું હતું. આ અંગે  સાયબર ક્રાઇમે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


Google NewsGoogle News