Get The App

સીસીટીવી હેક કરનાર પાસેથી બાંગ્લાદેશથી હેન્ડલ થતા ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો મળી આવ્યા

પાયલ હોસ્પિટલના સીસીટીવી ફુટેજ વાયરલ થવાના મામલો

સુરત અને મહારાષ્ટ્રના વસઇના યુવકોએ નવ મહિનામાં ૬૦ હજાર જેટલા સીસીટીવી ફુટેજના વિડીયો ડાઉન લોડ કર્યાનો ચોંકાવનારો ખુલાસો

Updated: Feb 23rd, 2025


Google NewsGoogle News
સીસીટીવી હેક કરનાર પાસેથી બાંગ્લાદેશથી  હેન્ડલ થતા ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો મળી આવ્યા 1 - image

અમદાવાદ,રવિવાર

રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના સીસીટીવી ફુટેજ વાયરલ થવાના મામલે કરવામાં આવેલી તપાસમાં એક પછી એક ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ સુરત, સાંગલી અને મુંબઇના વસઇથી ત્રણ યુવકોની ધરપકડ કરી છે.જેમાં સુરત અને વસઇથી ઝડપાયેલા આરોપીઓએ અન્ય આરોપીઓ સાથે મળીને છેલ્લાં નવ મહિનામાં ૬૦ હજાર જેટલા ફુટેજ ડાઉન લોડ કર્યા હતા. જેમા હોસ્પિટલ, કોર્પોરેટ હાઉસ, સ્કૂલ સહિતના વિડીયો છે.  પોલીસને આ ગેંગ સાથે સકંળાયેલા અન્ય એક આરોપીની કડી મળી છે. આમ, આગામી સમયમાં વધુ ચોંકાવનારા તથ્યો સામે આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.  રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના વિડીયો યુ ટયુબ અને ટેલીગ્રામની ચેનલ મારફતે વેચાણ કરવાના કેસમાં પ્રજવલ તૈલી,ચંદ્ર પ્રકાશ ફુલચંદ અને પ્રજ પાટીલની ધરપકડ બાદ અમદાવાદની સાયબર ક્રાઇમના અધિકારીઆએે જપ્ત કરેલા પુરાવાની તપાસ અને આરોપીઓની પુછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ દરમિયાન પોલીસે સુરતથી  પરિત ધામેલિયા, મુંબઇના વસઇથી રાયન પરેરા અને સાંગલીથી વૈભવ માનેને ઝડપી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હાએ  વિગતો આપતા જણાવ્યું કે  સીસીટીવી ફુટેજ હેક કરવામાં પરિત અને રાયન પરેરાની ભૂમિકા મહત્વની હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી ફુટેજ પરિત અને રાયને  હેક કર્યા હતા અને તેમણે મુખ્ય આરોપીઓને પુરા પાડયા હતા. જ્યારે વૈભવ મુખ્ય આરોપી પ્રવજલના ભાગીદાર તરીકે કામ કરતો હતો અને ટેલીગ્રામ તેમજ યુ ટયુબના વિડીયોનું વધુને વધુ વેચાણ થાય તે માટે મહત્વની કામગીરી કરતો હતો. પોલીસને  રોહિત નામના વ્યક્તિની પણ કડી મળી છે. વિડીયો હેક કરવાનું કામ કરતો હતો. 

સુરતના પરિત ધામેલિયા અને રાયન પરેરા એક વર્ષ પહેલા ટેલીગ્રામના માધ્યમથી જ અન્ય આરોપીઓની સંપર્કમાં આવ્યા હતા અને તેમણે  વિવિધ સોફ્ટવેર અને ટુલ્સની મદદથી નબળી સુરક્ષા ધરાવતી સીસીટીવી નેટવર્કની સિસ્ટમને ટ્રેક કરીને હેક કરી હતી. જેમાં તેમણે છેલ્લાં નવ મહિના દરમિયાન હોટલના બેડરૂમના, હોસ્પિટલ, કોર્પોરેટ હાઉસના,  તેમજ અન્ય સ્થળોના ૬૦  હજાર જેટલા સીસીટીવી ફુટેજ ડાઉનલોડ કર્યા હતા. જેમાંથી પાંચ થી છ હજાર સીસીટીવી ફુટેજ અલગ અલગ તારવીને ટેલીગ્રામ પર વેચાણ માટે મુક્યા હતા.  ત્યારે વધુ ત્રણ આરોપીઓને સોમવારે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને તેમની પુછપરછમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

બાંગ્લાદેશથી  હેન્ડલ થતા ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો મળી આવ્યા


સાયબર ક્રાઇમને તપાસ દરમિયાન એક ઇન્સટાગ્રામ આઇડી પણ મળી આવ્યું હતું. જેમાં આરોપીઓના હેક કરેલા હોસ્પિટલના સીસીટીવી ફુટેજની અનેક ક્લીપ પણ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ અન્ય દેશોમાં પણ હોસ્પિટલના સીસીટીવી ફુટેજ હેક કરીને વેચાણ આપ્યા હોવાની શક્યતા છે. પોલીસ ઇન્સ્ટાગ્રામ અને યુ ટયુબની અન્ય લીંક પણ તપાસી રહી છે.

પરિત અને રાયને ટેલીગ્રામ ચેનલથી સીસીટીવી હેક કરવાનું શીખ્યા

પરિતે બી કોમ અને રાયન પરેરાએ બેચરલ મેનેજમેન્ટ સ્ટડીનો અભ્યાસ કર્યો હતો. તેમના બેકગ્રાઉન્ડ આઇટી ફિલ્ડનું ન હોવા છતાંય, બંનેએ સીસીટીવી હેક કરવાનું શરૂ કર્યું હતું.  આ માટે તેમણે ટેલીગ્રામમાં એક ચેનલ પરથી સીસીટીવી હેક કરવાની  ટેકનીક શીખી હતી. જેમાં એક સોફ્ટવેર અને આઇટી ટુલ્સની મદદથી હોસ્પિટલને હેક કરવા માટે ચેક કરવા માટે બગ્સ એટેક કરતા હતા. જેમાં કોઇ જગ્યાએ સીસીટીવી સિક્યોર ન હોય તેને આસાનીથી હેક કરતા હતા.



Google NewsGoogle News