Get The App

અમદાવાદમાં TDS મુદ્દે ગ્રાહકે બૅંક મેનેજર પર હુમલો કર્યો, પોલીસે કરી ધરપકડ

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં TDS મુદ્દે ગ્રાહકે બૅંક મેનેજર પર હુમલો કર્યો, પોલીસે કરી ધરપકડ 1 - image


Customer Assaults Ahmedabad Union Bank Manager : અમદાવાદના વસ્ત્રાપુરમાં ગુરુવારે સવારે માનસી સર્કલ પાસે આવેલી યુનિયન બૅંકની પ્રેમચંદનગર શાખામાં TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) મુદ્દે ગ્રાહક અને બૅંક મેનેજર વચ્ચે બબાલ થઈ હતી. જેમાં જૈમન રાવલના નામના ગ્રાહકે બૅંકના બ્રાન્ચ મેનેજર સૌરભ સિંઘ અને લાઇફ ઇન્સ્યોરન્સના કર્મચારી શુભમ જૈન વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. જેમાં બૅંક મેનેજર સહિતના કર્મચારીએ ગ્રાહકે હુમલો કર્યો હોવાની જણાવ્યું હતું.

બૅંકમાં ગ્રાહક અને મેનેજર વચ્ચે બબાલ

યુનિયન બૅંકની પ્રેમચંદનગર શાખાના બૅંકના બ્રાન્ચ મેનેજર સૌરભ સિંઘે ગ્રાહક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, બોડકદેવના રહેવાસી જૈમન રાવલ તેમની ફિક્સ ડિપોઝિટના વ્યાજ પર TDS કપાત વિશે પૂછપરછ કરવા બૅંકમાં આવ્યા હતા. જ્યારે રિફંડ પ્રક્રિયા વિશે વિગતવાર સમજાવવામાં આવ્યા છતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ દરમિયાન જૈમને તેમના નાણાંનો બૅંક દ્વારા દૂરઉપયોગ કરાયાનો આરોપ લગાવ્યો હતો. ઉશ્કેરાયેલા જૈમને બૅંક મેનેજરનું આઇડી કાર્ડ ખેંચી લીધું હતું અને શર્ટ પણ ફાડી નાખ્યો હતો.

આ પણ વાંચો: કાંકરિયા કાર્નિવલ: સાંસ્કૃતિક કાર્યક્રમો, લેસર-ડ્રોન શો સહિત અનેક કાર્યક્રમો યોજાશે

આ દરમિયાન લાઇફ ઇન્સ્યોરન્સના કર્મચારી શુભમ જૈન વચ્ચે પડ્યા હતા તો ગ્રાહકે તેમને પણ લાફો માર્યો હતો. સમગ્ર મામલે બૅંક મેનેજરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેમાં વસ્ત્રાપુર પોલીસે જૈમન રાવલ વિરુદ્ધ ફરજમાં રુકાવટ, મૌખિક દુર્વ્યવહાર અને શારીરિક હુમલો કરવા બદલ ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 


Google NewsGoogle News