Get The App

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે વટવામાં ક્રેન તૂટી પડી, જાણો કઈ-કઈ ટ્રેનો રદ-ડાઈવર્ટ કરાઈ

Updated: Mar 24th, 2025


Google News
Google News
અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે વટવામાં ક્રેન તૂટી પડી, જાણો કઈ-કઈ ટ્રેનો રદ-ડાઈવર્ટ કરાઈ 1 - image


Ahmedabad Bullet Train Crain accident :  હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગઇકાલે અમદાવાદના વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી છે પરંતુ આ સિવાય કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી.

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે વટવામાં ક્રેન તૂટી પડી, જાણો કઈ-કઈ ટ્રેનો રદ-ડાઈવર્ટ કરાઈ 2 - image

ટ્રેનોની અવર-જવરને અસર 

બીજી બાજુ મળતી માહિતી અનુસાર બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી.  જેના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું જેના કારણે મુંબઈ-અમદાવાદ રુટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી. માહિતી મુજબ ગત રાતે જ વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઇ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી. 

રદ થયેલી ટ્રેનનું લિસ્ટ...

તારીખટ્રેન નંબરટ્રેનનું નામ 
23 માર્ચ 202419418વટવા-બોરીવલી, એક્સપ્રેસ
23 માર્ચ 202469116વટવા- આણંદ, મેમુ
24 માર્ચ 202469114વટવા-વડોદરા, મેમુ
24 માર્ચ 202469108અમદાવાદ-વડોદરા, મેમુ
24 માર્ચ 202459549વડોદરા-વટવા, સંકલ્પ ફાસ્ટ પેસેન્જર
24 માર્ચ 202420947અમદાવાદ-એક્તા નગર, એક્સપ્રેસ
24 માર્ચ 202459550વટવા-વડોદરા, સંકલ્પ ફાસ્ટ પેસેન્જર
24 માર્ચ 202419035વડોદરા-વટવા, ઇન્ટરસિટી
24 માર્ચ 202419036અમદાવાદ-વડોદરા, ઈન્ટરસિટી એક્સપ્રેસ
24 માર્ચ 202469129આણંદ-વટવા, મેમુ
24 માર્ચ 202469101વડોદરા-વટવા, મેમુ
24 માર્ચ 202469102વટવા- વડોદરા, મેમુ
24 માર્ચ 202469130વટવા-આણંદ, મેમુ
24 માર્ચ 202469115/69102વડોદરા-વટવા-વડોદરા, મેમુ
24 માર્ચ 202412932અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, ડબલ ડેકર એક્સપ્રેસ
24 માર્ચ 202412931મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, ડબલ ડેકર એક્સપ્રેસ
24 માર્ચ 202412933અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, કર્ણાવતી એક્સપ્રેસ
24 માર્ચ 202422953મુંબઈ-અમદાવાદ, ગુજરાત એક્સપ્રેસ
24 માર્ચ 202422954અમદાવાદ-મુંબઈ, ગુજરાત એક્સપ્રેસ
24 માર્ચ 202419033વલસાડ-અમદાવાદ, ગુજરાત ક્વિન
24 માર્ચ 202419034અમદાવાદ-વલસાડ, ગુજરાત ક્વીન
24 માર્ચ 202420959વડનગર-વલસાડ-વડનગર, એક્સપ્રેસ
24 માર્ચ 202420960વડનગર-વલસાડ-વડનગર, એક્સપ્રેસ
24 માર્ચ 202422960જામનગર-વડોદરા ઇન્ટરસિટી
24 માર્ચ 202412934અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, કર્ણાવતી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.


રિશિડ્યુલ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનનું લિસ્ટ...

તારીખટ્રેન નંબરટ્રેનનું નામક્યાથી ક્યાં સુધીરિશિડ્યુ્લ સમય
24 માર્ચ 202512833હાવડા એક્સપ્રેસઅમદાવાદથી હાવડા4:25 AM
24 માર્ચ 202519483અમદાવાદ બરૌની એક્સપ્રેસઅમદાવાદથી બરૌની4:35 AM
24 માર્ચ 202520924તિરુનેલવેલી-ગાંધીધામ હમસફર એક્સપ્રેસગાંધીધામથી તિરુનેલવેલી8:50 AM
24 માર્ચ 202520950રાજકોટ-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસરાજકોટથી સિકંદરાબાદ8:00 AM
24 માર્ચ 202512833અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસઅમદાવાદથી ચેન્નાઈ12:30 PM

ઘણી ટ્રેનના રુટ બદલાયા 

આ ક્રેન મોટી હોવાને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર આવેલ ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો જેના લીધે અનેક ટ્રેનો ઠપ થઇ ગઇ હતી. માહિતી મુજબ હાલમાં અપલાઈન ચાલુ છે અને ડાઉન લાઈન પર દોડતી ટ્રેનો બંધ છે. ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા છે જ્યારે કેટલીક ટ્રેનના રુટ ડાઈવર્ટ કરી દેવામાં આવ્યા છે. 

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે વટવામાં ક્રેન તૂટી પડી, જાણો કઈ-કઈ ટ્રેનો રદ-ડાઈવર્ટ કરાઈ 3 - image


Tags :