Get The App

ગુજરાત ભાજપમાં ભ્રષ્ટાચાર! ટિકિટ આપવાનું વચન આપી જિલ્લા ઇન્ચાર્જ પૈસા ઉઘરાવતા હોવાનો હોબાળો

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
ગુજરાત ભાજપમાં ભ્રષ્ટાચાર! ટિકિટ આપવાનું વચન આપી જિલ્લા ઇન્ચાર્જ પૈસા ઉઘરાવતા હોવાનો હોબાળો 1 - image


Corruption in BJP: સરકારમાં કરપ્શનના કેસોની હવે કોઈ નવાઈ રહી નથી. પરંતુ હવે તો ભાજપના સંગઠનમાં પણ કરપ્શનની બોલબાલા વધી રહી છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં એક એવો કિસ્સો બન્યો છે કે જેમાં રૂપિયા લઈને ટિકિટના વચનો આપતાં જિલ્લા પ્રભારીને પાર્ટીએ હટાવી દીધા છે. આ પરાક્રમ વાવ વિધાનસભાની બેઠક પર થયું છે. 

આ પણ વાંચો: ડ્રગ્સનું આયાત કેન્દ્ર બન્યું ગુજરાત, 7 વર્ષમાં પ્રતિદિન સરેરાશ 15 કરોડનું ડ્રગ્સ પકડાયું, નશાબંધી કાયદો નામશેષ!


ભાજપમાં રૂપિયા લઈને ટિકિટ વેંચવાનો દોર શરુ

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જીતી જતાં તેમણે આ બેઠકને ખાલી કરી હતી. હવે આ બેઠકની પેટાચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપના જિલ્લા પ્રભારી ભરત આર્યાએ ટિકિટ આપવાના બહાને 10 લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હોવાની ફરિયાદ પાર્ટી હાઇકમાન્ડને મળી હતી. ત્રણ જિલ્લાના પ્રભારી રહી ચૂકેલા આ નેતાને લોકસભાની ચૂંટણી પછી બનાસકાંઠાની જવાબદારી સોંપવામાં આવી હતી. એટલે કે કોંગ્રેસની જેમ ભાજપમાં પણ રૂપિયા લઈને ટિકિટ વેંચવાનો દોર શરુ થઈ ચૂક્યો છે.

ગુજરાત ભાજપમાં ભ્રષ્ટાચાર! ટિકિટ આપવાનું વચન આપી જિલ્લા ઇન્ચાર્જ પૈસા ઉઘરાવતા હોવાનો હોબાળો 2 - image


Google NewsGoogle News