કોટ વિસ્તારમાં કોરોનાના કેસ , ખાડીયા,દરિયાપુર-બોડકદેવ, નારણપુરામાં કોરોનાના પાંચ કેસ
શહેરમાં કોરોનાના ૩૫ એકિટવ કેસ, ૨ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ
અમદાવાદ,સોમવાર,25 ડિસેમ્બર,2023
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા ખાડીયા અને દરિયાપુર
વોર્ડમાં કોરોનાના કેસ નોંધાયા છે.બોડકદેવ અને નારણપુરા વોર્ડમાં પણ કોરોનાના
દર્દી મળી આવ્યા છે.શહેરમાં કોરોનાના નવા
પાંચ કેસ નોંધાયા છે. હાલમાં કોરોનાના ૩૫ એકટિવ કેસ પૈકી ૨ દર્દી હોસ્પિટલમાં
સારવાર હેઠળ છે.
શહેરમાં રવિવારે કોરોનાના ૧૧ પોઝિટિવ દર્દી નોંધાયા
હતા.મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીના
કહેવા મુજબ,કોટ
વિસ્તારના ખાડીયા અને દરિયાપુર વોર્ડ ઉપરાંત બોડકદેવ અને નારણપુરા વોર્ડમાં મળીને
નવા પાંચ કેસ પૈકી બે દર્દીની બેંગ્લોરની ટ્રાવેલ હીસ્ટ્રી હોવાનુ તપાસમાં બહાર
આવ્યુ છે.ત્રણ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.હાલમાં કોરોનાના ૩૩ દર્દી
હોમઆઈસોલેશનમાં સારવાર હેઠળ છે.