Get The App

બ્રિજ તોડવા મામલે વિવાદ, હાટકેશ્વરબ્રિજને આખો તોડવાની જરુર નથી પણ રીપેરીંગ કરાશે,મેયર

વિપક્ષ કોંગ્રેસે હાટકેશ્વર બ્રિજ મામલે શ્વેતપત્ર બહાર પાડવા માંગણી કરી

Updated: Oct 10th, 2023

GS TEAM


Google News
Google News

       બ્રિજ તોડવા મામલે વિવાદ, હાટકેશ્વરબ્રિજને  આખો તોડવાની જરુર નથી પણ  રીપેરીંગ કરાશે,મેયર 1 - image

 અમદાવાદ,મંગળવાર,10 ઓકટોબર,2023

૪૦ કરોડના ખર્ચે બનાવાયેલા હાટકેશ્વરબ્રિજને મામલે વિવાદને લઈ અમદાવાદના મેયરે કહયુ,બ્રિજને આખો તોડવાની જરુર નથી પણ રીપેરીંગ કરાશે.મંગળવારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેયરને આવેદનપત્ર આપી હાટકેશ્વરબ્રિજ મામલે શ્વેતપત્ર બહાર પાડવા માંગણી કરી હતી.

પૂર્વ અમદાવાદના હાટકેશ્વર જંકશન પાસે બનાવવામાં આવેલા છત્રપતિ શિવાજી ફલાય ઓવરબ્રિજના નિર્માણને લઈ ચાલ્યા આવતા વિવાદને પગલે વિપક્ષનેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ મેયર પ્રતિભાબેન જૈનને આવેદનપત્ર આપી અગાઉ ૧૬ એપ્રિલે મ્યુનિસિપલ કમિશનર  તથા સત્તાધીશો દ્વારા હયાતબ્રિજને તોડી પાડી નવો બનાવવા અંગે કરાયેલી જાહેરાત તથા તંત્ર તરફથી આઠ સ્પાન તોડી રીટ્રોફીટીંગ કરવાની બાબતને લઈ સ્પષ્ટતા માંગી હતી.સાથે જ બ્રિજ વિવાદ મામલે ખરેખર તંત્ર કે શાસકપક્ષ શું કરવા માંગે છે એ અંગે લોકોને વાકેફ કરવા શ્વેતપત્ર બહાર પાડવા માંગણી કરી હતી.

બ્રિજ બનાવવાનો ખર્ચ કોન્ટ્રાકટર પાસેથી વસુલ કરાશે

મ્યુનિ.તંત્ર તરફથી હાટકેશ્વરબ્રિજ મામલે જારી કરાયેલી અખબારી વિજ્ઞાપ્તિ મુજબ,ત્રણ નિષ્ણાંતની પેનલના અભિપ્રાય મુજબ,હયાત બ્રિજના કુલ આઠ સ્પાનને તોડી પાડવામાં આવશે.બ્રિજના અન્ય કોમ્પોન્ટટને રીટ્રોફટીંગ કરવાની ડીઝાઈન તૈયાર કરી તેનુ પ્રુફ ચેકીંગ કરાવી ફાયનલ એપ્રુવલ મળ્યા બાદ આ કામગીરી કરવાનો સમાવેશ કરાયો છે.બ્રિજની કામગીરી પુરી થયા બાદ ડીફેકટ લાયબલીટી પિરીયડ દસ વર્ષનો રાખવાની શરતનો ટેન્ડરમાં સમાવેશ કરાયો છે.આ બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન જે કાંઈ ખર્ચ થશે તે સ્ટેન્ડિંગ કમિટીમાં થયેલા ઠરાવ મુજબ કોન્ટ્રાકટર પાસેથી વસુલ કરવામાં આવશે.

Tags :