'નવરાત્રિ એટલે નવ દિવસનો ફેશન શૉ', સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ
Swaminarayan Saint Disputed Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનો બફાટ સામે આવ્યો છે. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ અંગે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતીના પ્રિય તહેવાર નવરાત્રિને લોકો લવરાત્રિ કહે છે. નવ દિવસનો ફેશન શૉ બની ગયો છે. માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા.'
'નવરાત્રિના કારણે છૂટાછેડા થાય'
નવરાત્રિ અંગે અનુપમ સ્વરૂપ સ્વામીના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, 'મેં સાંભળ્યું છે કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા. સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં કોઈકે એવું પણ લખ્યું કે, સમય ઓછો અપાતો હશે, બેડ બિહેવિયર, ઓછી વાતચીત, વધતી જતી જરૂરિયાત છે. એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે છૂટાછેડા થાય છે. લખનારે કંઈક વિચારીને જ લખ્યું હશે. જે નવરાત્રિ ગુજરાતીઓની ઓળખ છે તે લવરાત્રિ તરીકે ઓળખાય તે કેવી લાચારી.'
આ પણ વાંચો: ગુજરાતના CMએ રજાના દિવસે ઈમરજન્સી બેઠક બોલાવી, અધિકારી-મંત્રીઓ ચકરાવે ચઢ્યાં