સંક્રમણ યથાવત , અમદાવાદના ૭ વોર્ડમાં કોરોનાના નવા ૮ સાથે ૬૦ એકિટવ કેસ
દ્વારકા,રાજકોટ,કેરાલા અને બેંગ્લોરની ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા ચાર દર્દી
અમદાવાદ,બુધવાર,3 જાન્યુ,2024
અમદાવાદના ૭ વોર્ડમાં કોરોનાના નવા ૮ કેસ નોંધાતા સંક્રમણ
યથાવત રહયુ છે.સંક્રમિત થયેલા દર્દી પૈકી દ્વારકા,રાજકોટ,કેરાલા
અને બેંગ્લોરની ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા ચાર દર્દી છે.હાલમાં શહેરમાં કોરોનાના ૬૦
એકટિવ કેસ છે.
થલતેજ ઉપરાંત જોધપુર,
નવરંગપુરા, બોડકદેવ, વટવા,સરદારનગર અને
ખાડિયા વોર્ડમાં કોરોનાના નવા ૮ કેસ નોંધાયા છે.અત્યારસુધીમાં કોરોનાના આઠ દર્દી
સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.સંક્રમિત પૈકી બે દર્દી હોસ્પિટલમાં
સારવાર હેઠળ છે.અન્ય ૫૮ દર્દી હોમ આઈસોલેશનમાં છે.મ્યુનિ.તંત્ર દ્વારા અર્બન હેલ્થ
સેન્ટર અને મ્યુનિ.હોસ્પિટલ ખાતે કોરોના સંદર્ભમાં રેપીડ એન્ટિજન અને
આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવી રહયા છે.