Get The App

અમદાવાદ શહેરના આ રોડ પર બનશે 10 નવા બ્રિજ, એક હજાર કરોડથી વધુનો કરાશે ખર્ચ

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
અમદાવાદ શહેરના આ રોડ પર બનશે 10 નવા બ્રિજ, એક હજાર કરોડથી વધુનો કરાશે ખર્ચ 1 - image


SP Ring Road in Ahmedabad: અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. આ દરમિયાન અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા રિંગ રોડ પરથી રોજ પસાર થતાં વાહન ચાલકો માટે ટ્રાફિક અને સિંગ્નલ મુક્ત બનશે 10 નવા ઓવરબ્રિજ અને એક અન્ડરબ્રિજ બનાવાશે.

આ પણ વાંચો: 'બારેમેઘ ખાંગા છે, હવે ખેડૂતની પાસે સુસાઈડ કરવા સિવાય કોઈ રસ્તો નથી...', કૃષિમંત્રી સાથે વાતચીતની ઓડિયો ક્લિપ વાઈરલ


મળતી માહિતી અનુસાર, રિંગ રોડ પર કમોડ, બાકરોલ, હાથીજણ, રામોલ, પાંજરાપોળ, નિકોલ, દાસ્તાન, તપોવન, શિલજ, સિંધુભવન પર 6 માર્ગીય ઓવરબ્રિજ સહિત ઓગણજ જંકશન મળી 10 જંકશન પર અંદાજિત 1100 કરોડ રૂપિયા ખર્ચે નવા 10 ઓવરબ્રિજ અને એક અન્ડરબ્રિજ બની રહ્યો છે. જે શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતો રિંગ રોડ નવા વિકસિત વિસ્તારો માટે મહત્ત્વપૂર્ણ રહેશે. નોંધનિય છે કે, રિંગ રોડ પરથી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડે છે. જેથી અમદાવાદ અને બહારના વાહન ચાલકો માટે રિંગ રોડની મહત્ત્વતા વધુ છે.

એસ.જી હાઈવે પર બનશે ફૂટ ઓવર બ્રિજ

ઉલ્લેખનીય છે કે, ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર 20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો.

અમદાવાદ શહેરના આ રોડ પર બનશે 10 નવા બ્રિજ, એક હજાર કરોડથી વધુનો કરાશે ખર્ચ 2 - image



Google NewsGoogle News