શહેરની લાઈફલાઈન ગણાતી AMTS બસ દ્વારા દૈનિક એક અકસ્માત,બે લોકોનાં મોત નિપજયાં
કોન્ટ્રાકટરોને રુપિયા એક-એક લાખની પેનલ્ટી, ડ્રાઈવર સસ્પેન્ડ કરાયા
અમદાવાદ,બુધવાર,27 માર્ચ,2024
અમદાવાદની લાઈફલાઈન ગણાતી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની
બસના ડ્રાઈવરો દ્વારા આ મહિનાના આરંભથી
નાના-મોટા કુલ ૨૭ અકસ્માત કરવામાં આવ્યા છે.જેમાં બે લોકોના મોત થયા
છે.દૈનિક એક અકસ્માત ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામા આવતી બસના ડ્રાઈવરો દ્વારા
કરવામાં આવી રહયો છે.કોન્ટ્રાકટરોને રુપિયા એક-એક લાખની પેનલ્ટી કરી ડ્રાઈવરને
સસ્પેન્ડ કરી કાર્યવાહી કરવામા આવી હોવાનો સંતોષ શાસકોએ માન્યો છે.
ખાનગી ઓપરેટરોને ભરોસે ચલાવવામા આવી રહેલી મ્યુનિસિપલ
ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ દ્વારા કરવામા આવેલા અકસ્માત સંદર્ભમાં માતેશ્વરી સર્વિસ
અને ટાંક સર્વિસ પ્રા.લી.ના ઓપરેટરો પાસેથી રુપિયા એક-એક લાખ પેનલ્ટી રુપે
વસૂલવામા આવ્યા છે.આ વર્ષના આરંભથી અત્યારસુધીમા એ.એમ.ટી.એસ.બસના
ડ્રાઈવરોએ કરેલા અકસ્માતમાં કુલ મળીને ૧૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.
મ્યુનિ.બસના અકસ્માત કયારે-કેટલાં?
વર્ષ અકસ્માત મોત
૨૦૧૭-૧૮ ૩૯૭ ૧૧
૨૦૧૮-૧૯ ૩૨૭ ૧૧
૨૦૧૯-૨૦ ૩૦૩ ૧૦
૨૦૨૦-૨૧ ૧૦૭ ૦૬
૨૦૨૧-૨૨ ૧૫૫ ૦૮
૨૦૨૨-૨૩ ૨૧૭ ૦૭