Get The App

અમદાવાદીઓ સિંધુભવન તરફ જતાં વિચારજો, આ તારીખ સુધી અપાયું ડાયવર્જન

પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડીને અમદાવાદને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યું

8થી 11 ફેબ્રુઆરી સુધી સિંધુભવન રોડ ટ્રાફિક માટે બંધ રહેશે

Updated: Feb 8th, 2023


Google NewsGoogle News
અમદાવાદીઓ સિંધુભવન તરફ જતાં વિચારજો, આ તારીખ સુધી અપાયું ડાયવર્જન 1 - image




અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2023 બુધવાર

G-20 બેઠક પહેલા અમદાવાદમાં U-20 સમિટનું આયોજન કરાયું છે. જેમાં 35થી વધુ દેશોના પ્રતિનિધિઓની સિટી શેરપા ઈન્સેપ્શન બેઠકની વિધિવત શરુઆત આવતીકાલે સવારે ગુરુવારે સાડા દસ વાગ્યાથી થશે. શહેરમાં સિંધુભવન રોડ પર સ્થિત તાજ સ્કાયલાઈન હોટેલ ખાતે તમામ મુખ્ય બેઠકો યોજાશે. ત્યારે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે, 8થી 11 ફેબ્રુઆરી સુધી સિંધુભવન રોડ ટ્રાફિક માટે બંધ રહેશે. 

પોલીસે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો
પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે આજથી અમદાવાદનો સિંધુ ભવન રોડ શનિવાર સુધી ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં ટોરફેન્સ્ટર ટીથી હોટેલ તાજ સ્કાયલાઈન સુધીનો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. તેના વૈકલ્પિક રસ્તા તરીકે ટોરફેન્ટસ્ટરથી જમણી બાજુ વળી ઔડા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી સર્વિસ રોડ પર થઈને અવર જવર કરી શકાશે. તે ઉપરાંત ટોરફેન્સ્ટરથી ડાબી બાજુ વળી ઓર્નેટ પાર્ક પાછળ થઈ સિંધુભવન રોડ તરફ અવર જવર કરી શકાશે.

અમદાવાદીઓ સિંધુભવન તરફ જતાં વિચારજો, આ તારીખ સુધી અપાયું ડાયવર્જન 2 - image
 

અમદાવાદ શહેર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર
પોલીસના જાહેરનામા પ્રમાણે પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ પર વાહન પાર્કિંગ કરવા માટે પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલ સરકારી વાહનો, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને લાગુ પડશે નહીં. તે ઉપરાંત પોલીસ કમિશ્નરે જાહેરનામામાં અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન તરીકે જાહેર કર્યું છે. 

દીપ પ્રાગટ્સ સાથે બેઠકનો આરંભ થશે
G-20 બેઠકના પહેલા દિવસના પ્રથમ સત્રની શરુઆત તુર્કી અને સીરિયાના ભૂકંપ પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મૌન પળાશે. ત્યારબાદ બેઠકનો આરંભ થશે.મેયર દ્વારા સ્વાગત સંબોધન કરવામાં આવશે.ભારતના શેરપા અમિતાભ કાંત જી-20 કોલ ફોર એક્શન મુદ્દે સંબોધન કરશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીના વર્ચ્યુઅલ સંબોધન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધન બાદ U-20 કન્વીનર દ્વારા વેલકમ નોટ રજૂ કરાશે. કન્વીનર દ્વારા તમામ સિટી શેરપાનો પરિચય આપવામાં આવશે.



Google NewsGoogle News