અમદાવાદ-ગાંધીનગરને જોડતા એરપોર્ટ રોડને દસ કરોડથી વધુના ખર્ચથી આઈકોનિક રોડ બનાવાશે

રાજહંસ ઈન્ફ્રાકોન(ઈન્ડિયા)પ્રા.લી.ને ૧૫ વર્ષનો ઓપરેશન અને મેઈન્ટેઈનન્સ સાથે કોન્ટ્રાકટ અપાયો

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News

     અમદાવાદ-ગાંધીનગરને જોડતા એરપોર્ટ રોડને દસ કરોડથી વધુના ખર્ચથી આઈકોનિક રોડ બનાવાશે 1 - image

  અમદાવાદ,ગુરુવાર,7 ડીસેમ્બર,2023

અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એરપોર્ટ રોડને રુપિયા દસ કરોડથી વધુના ખર્ચથી આઈકોનિક રોડ બનાવવા રાજહંસ ઈન્ફ્રાકોન(ઈન્ડિયા) પ્રા.લી.ને કોન્ટ્રાકટઆપવા સ્ટેન્ડિંગ કમિટિમાં  તાકીદની દરખાસ્ત મંજુર કરાઈ હતી.૧૫ વર્ષના ઓપરેશન એન્ડ મેઈન્ટેઈનન્સ સાથે આપવામાં આવેલા કોન્ટ્રાકટમાં સીટી એન્ટ્રી તરીકે ૧.૭ કિલોમીટર લંબાઈના રોડને ડેવલપ કરાશે.

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે ઈન્દિરાબ્રિજ સર્કલથી તાજ સર્કલ સુધીના રોડને  રી-ડીઝાઈન કરી રીડેવલપ કરવા બીડરો પાસેથી રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મ્યુનિ.તંત્ર તરફથી મંગાવવામાં આવી હતી.ઈવેલ્યુએશનમાં એકમાત્ર રાજહંસ ઈન્ફ્રાકોન(ઈન્ડિયા) કવોલીફાય થતા  એરપોર્ટ રોડને આઈકોનીક રોડ બનાવવા ૭૫ ટકા જાહેરાતના એકસકલુઝીવ રાઈટ સાથે કોન્ટ્રાકટ આપવા નિર્ણય લેવાયો હતો.જાહેરાતના ૨૫ ટકા રાઈટસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રહેશે.આ રોડ વી.વી.આઈ.પી.હોવાથી શહેરની આગવી ઓળખ ઉભી કરવા કામગીરી અપાઈ છે.ભવિષ્યમાં શહેરના અન્ય વિસ્તારની સીટી એન્ટ્રીને ડેવલપ કરાશે એમ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનનુ કહેવુ છે.

આઈકોનીક રોડમાં નવુ શુ બનશે?

૧.૧.૭ કિ.મી.લંબાઈ, ૬૦ મીટર પહોળો રોડ

૨.બંને તરફ ૯.૯ મીટર પહોળો મેઈન કેરેજ વે

૩.બંને તરફ ૪.૭ મીટર પ્લેસ મેકીંગ એરીયા

૪.બંને તરફ ૭.૫ મીટરનો સર્વિસ રોડ

૫.બંને તરફ ૩.૫ મીટર ફુટપાથ

લોકો માટે કયા આકર્ષણ હશે?

૧.પ્લેસ મેકીંગ એરીયામાં ડેકોરેટીવ લાઈટ, સ્કલ્પચર,વોટર ફાઉન્ટેન

૨.વોટર બોડી-ફોલ, રીક્રીએશન એકટિવીટી,હોર્ટિકલ્ચરલ પ્લાન્ટેશન

૩.ગેન્ટ્રી સ્ટ્રકચર,બીલ બોડર્સ,દરેક સ્ટ્રીટ લાઈટ ઉપર કીઓસ્ક

૪.બસ સ્ટેન્ડ, જંકશન,સર્કલ,એડવાન્સ ડસ્ટબીન,સેલ્ફી પોઈન્ટ

૫.હાઉસકીપીંગ ડેવલપમેન્ટ એરિયા, ડ્રીપ ઈરીગેશન ફેસીલીટી


Google NewsGoogle News