Get The App

AMC ટેકનિકલ સુપરવાઇઝર ભરતીકાંડ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
AMC


AMC Technical Supervisor Recruitment : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ માટે 93 ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીકાંડમાં હેડક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, ત્યારે AMC ટેકનિકલ સુપરવાઈઝર ભરતીમાં કૌભાંડ મામલે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના મોટા નેતા સહિત સ્થાનિક કાર્યકરો જોડાયા હતા અને ભરતી કૌભાંડમાં સંડોવાયેલા શખસો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. 

ટેકનિકલ સુપરવાઈઝર ભરતી મામલે કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ માટે 93 ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીમાં કૌભાંડનો વિવાદ વકર્યો છે. ભરતીમાં કૌભાંડને લઈને કોંગ્રેસના નેતાઓએ આજે શનિવારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જ્યારે સમગ્ર મામલે અમદાવાદ મેયર પ્રતિભા જૈન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જવાબદાર કોર્પોરેશનના અધિકારી સામે કાર્યવાહી કરવા જણાવ્યું. પત્રમાં લખ્યું હતું કે, 'હેડકલાર્ક સિવાય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉપરની કેડરમાં ફરજ બજાવતા અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ થવી જરુરી છે. સમગ્ર ભરતી કૌભાંડમાં જે પણ અધિકારીની સંડોવણી હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.'

આ પણ વાંચો: દેશમાં પહેલીવાર જામનગરમાં 'દરિયાકાંઠાના-કિચડીયા પક્ષી'ઓની ગણતરી શરૂ, 300 પ્રજાતિના પક્ષીઓનું છે રહેઠાણ

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઈઝરોની ભરતી પ્રક્રીયા સમયે ત્રણ ઉમેદવારોને મળેલા માર્કસમાં ચેડાં કરાયેલા તપાસમાં જણાઈ આવતા આ ત્રણે ઉમેદવારોને આપવામાં આવેલી પ્રોબેશન ઉપરની નિમણૂંક રદ કરવામાં આવી હતી. ઉપરાંત સેન્ટ્રલ ઓફિસમાં ફરજ બજાવતા હેડકલાર્ક પુલકીત સથવારાને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી હતી.



Google NewsGoogle News