Get The App

બજેટ પૂર્વે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગેસ સિલિન્ડરના પોસ્ટર પહેરી નેતાઓ વિધાનસભા પહોંચ્યા

ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવશે

નાણામંત્રી કનુ દેસાઈ થોડીવારમાં જ ગૃહમાં બજેટ રજૂ કરશે

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
બજેટ પૂર્વે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગેસ સિલિન્ડરના પોસ્ટર પહેરી નેતાઓ વિધાનસભા પહોંચ્યા 1 - image


Congress Protest before Gujarat Budget : ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈ (Kanu Desai) થોડીવારમાં જ ગૃહમાં બજેટ રજૂ કરશે. જો કે, બજેટ રજૂ થાય તે પહેલા જ કોંગ્રેસ (Congress) પાર્ટી દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ ગેસ સિલિન્ડરના પોસ્ટર પહેરીને વિધાનસભા ગૃહ બહાર પહોંચ્યા છે.

કોંગ્રેસના નેતાઓ વિવિધ સ્લોગન લખેલા બેનર પહેરી વિધાનસભા પહોંચીને દેખાવ કર્યો

આજે નાણામંત્રી ગૃહમાં બજેટ રજૂ  કરે તે પહેલા કોંગ્રેસના નેતાઓએ વિધાનસભાની બહાર દેખાવ કર્યો છે. કોંગ્રેસના 15 પૈકીના 13 ધારાસભ્યો વિવિધ સ્લોગન લખેલા બનેર પહેરી વિધાનસભા પહોંચીને દેખાવ કર્યો છે. અમિત ચાવડાની આગેવાનીમાં આ દેખાવ કરવામાં આવી રહ્યો છે. બજેટ પહેલા બેનરો લગાવીને કોંગ્રેસી નેતાઓ વિરોધ માટે વિધાનસભાની બહાર પહોંચ્યા છે. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ તેમની સાથે છે. ગેસ સિલિન્ડરના ભાવ અને મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ નેતાઓ વિરોધ કરી રહ્યા છે. ગેનીબેને કહ્યું કે, 'રાજ્ય સરકારનું બજેટ 450 રૂપિયે સિલિન્ડર માંગે છે. રાજસ્થાનમાં 450 રૂપિયા હોય તો ગુજરાતમાં કેમ નહીં.' આ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ  જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને જીગ્નેશ મેવાણી હાજર નથી, તેઓ બંને કામ હોવાથી અગાઉથી રજા લઈને ગયા છે.

બજેટ રજૂ કરતાં પહેલાં શું બોલ્યાં કનુ દેસાઈ? 

નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચી ગયા છે. તેમણે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે પીએમ મોદીએ વિકસિત ભારત 2047 નો સંકલ્પ રજૂ કર્યો છે. આ સંકલ્પને અનુરૂપ સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠશ વિકસિત ગુજરાત 2047 સુધીનો રોડ મેપ તૈયાર કરી દેવાયો છે. આ રોડમેપના આધારે જ ગરીબ, યુવા, નારી શક્તિ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ બજેટમાં જોગવાઈઓ કરી છે.  તેમણે સંકેત આપતાં કહ્યું કે આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઇ ધરાવતું બજેટ હશે.

બજેટ પૂર્વે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગેસ સિલિન્ડરના પોસ્ટર પહેરી નેતાઓ વિધાનસભા પહોંચ્યા 2 - image


Google NewsGoogle News