ગુજરાતમાં યુનિવર્સિટીઓના શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સંકટમાંઃ શશી થરુર
Congress MP Shashi Tharoor: સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આજે ફાધર હરર્બર્ટ એ ડીસોઝા મેમોરિયલ લેક્ચર યોજાયું હતું. જેમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના સાંસંદ શશી થરૂરે યુનિવર્સિટી શિક્ષણ પર આપેલા વકતવ્યમાં જણાવ્યું હતું કે, 'આજે યુનિવર્સિટી શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા એન અભિવ્યક્તિ સામે સંકટ-જોખમ વધ્યું છે. યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને વિરોધ-આંદોલન કરતા રોકી ન શકાય, પરંતુ આંદોલન-વિરોધની રીત યોગ્ય હોવી જોઈએ. હિંસાત્મક ન હોવી જોઈએ. આ ઉપરાંત આજે યુનિવર્સિટીઓનું ખાનગીકરણ વધ્યું છે અને અનેક ખાનગી યુનિવર્સિટીઓ વધી છે ત્યારે યુનિવર્સિટીઓએ ગરીબ-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી કેટલીક ચોક્કસ બેઠકો સ્કોલરશિપ આધારિત રાખવી જોઈએ.'
યુનિ.ઓમાં વિદ્યાર્થીઓને વિરોધ કરતા રોકી ન શકાય
કોંગ્રેસના સાંસદ અને પાર્લિયામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી (એક્સર્ટનલ અફેર્સ)ના ચેરમેન શશી થરૂરે સેન્ટ ઝેવિયર્સ કોલેજમા આપેલા પોતાના વકતવ્યમાં યુનિવર્સિટીઓના સુરક્ષિત કેમ્પસ સામે ભય વયક્ત કર્યો હતો. જેમા તેમણે જણાવ્યુ હતું કે, 'આજે યુનિવર્સિટી શિક્ષણમાં ગ્લોબલ ટ્રેન્ડ, તેમજ ઉચ્ચ શિક્ષણમાં વધી રહેલી બ્યુરોક્રેસીની દખલગીરી કે નિયંત્રણો તથા રીસર્ચ અને ઈનોવેશન પાછળ ઓછું નાણાકીય ફંડ તથા શૈક્ષણિક ગુણવા, કેમ્પસો પર વધતા રેગ્યુલેશન્સ તેમજ એકેડેમિક એક્સપ્રેશન એટલે કે શૈક્ષણિક અભિવ્યક્તિ સામે વધી રહેલુ જોખમ સહિતના ઘણાં પડકારો રહેલા છે.
જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ જાહેર કરવી જોઈએ
તેમણે જણાવ્યું હતું કે, 'આજે યુનિવર્સિટી શિક્ષણમાં પ્રેક્ટિકલ એજ્યુકેશન પર ધ્યાન આપવુ પડશે. વિદ્યાર્થીઓ શું વિચારે તેના પર નહીં, પરંતુ કેવુ વિચારવું તેના પર અધ્યાપકોએ ધ્યાન આપવુ જોઈએ. ખાનગી યુનિવર્સિટીઓ આજે દેશમાં ખૂબ જ વધી છે, પંરતુ ગ્લોબલ રેન્કિંગ મેળવી શકતી નથી. ખૂબ જ ઓછી યુનિવર્સિટીઓ સારી નામના ધરાવે છે. ખાનગીકરણ વધ્યુ છે, ત્યારે ખાનગી યુનિવર્સિટીઓએ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સ્કોલરશિપ જાહેર કરવી જોઈએ.
શશી થરૂરે આઝાદીના સમયની દેશમાં શિક્ષણની સ્થિતિને લઈને તે સમયના વડાપ્રધાન નેહરૂ દ્વારા કરાયેલા કામોને પણ વર્ણવવામા આવ્યા હતા અને કહ્યુ કે, 'તે સમયે ભારતે પાંચ દાયકા સંઘર્ષનો સામનો કર્યો હતો. જો કે આજે 2025માં યુવાનો માટે ભારત-વિશ્વમાં ખૂબ જ તકો વધી છે. ઉચ્ચ શિક્ષણમાં નવા નવા ટેકનોલોજીકલ વિષયો-પ્રોગ્રામ્સના વિકલ્પો ઉપલબ્ધ છે.'
દેશમાં વધી રહેલી બેરોજગારીને પણ શશી થરૂરે ઉચ્ચ શિક્ષણ-યુનિ.ઓની નિષ્ફળતા ગણાવી હતી. મધ્ય પ્રદેશમાં માત્ર 8 પાસની લાયકાત માંગનારી કોન્સ્ટેબલની નોકરી માટે 10 હજાર એન્જિનિયર તેમજ 1.90 લાખ ગ્રેજ્યુએટ અને 15 હજાર પીજી ઉમેદવારો સાથે 14 હજાર જગ્યા માટે 9 લાખ ઉમેદવારોની અરજીનું ઉદાહરણ આપતા તેઓએ બેરોજગારી મુદ્દે વડાપ્રધાનના પકોડા તળવાના ઝુમલા મુદ્દે પણ કટાક્ષ કર્યો હતો.
યુનિવર્સિટી શિક્ષણના પ્રશ્ન સામે શશી થરૂરે જવાબ આપ્યો કે, યુનિવર્સિટીઓમાં ક્લાસ રૂમ શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓને બૌદ્ધિક રીતે વિચારતા કરવા તરફ અને પ્રેક્ટિકલ નોલેજ તેમજ આજની માંગ પ્રમાણેનું શિક્ષણ આપવુ જોઈએ. જ્યારે હિન્દી ભાષાના પ્રશ્ન અંગે તેઓએ કહ્યુ કે કોઈ પણ એક ભાષા કે તમામ માટે સર્વગ્રાહ્ય હોય તે હોવી જરૂરી છે.