કોંગ્રેસે અમિત ચાવડાને બનાવ્યા વિપક્ષના નેતા, શૈલેષ પરમાર બન્યા ઉપનેતા
છેલ્લા ઘણા સમયથી આ સમાચારની રાહ જોવામાં આવી રહી હતી
Image : Amit Chavda Facebook |
ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ સમાચારની રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આજે જાહેરાત કરવામાં આવી હતી. આજે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવામાં આવ્યા છે. અમિત ચાવડા કોંગ્રેસના સક્રિય નેતાઓમાંના એક છે. કોંગ્રેસમાં અદરોઅંદર નામની ઘણી ચર્ચા બાદ આખરે અમિત ચાવડાને પસંદ કરવામાં આવ્યા હતા.
કોણ છે અમિત ચાવડા ?
આજે જાહેર કરાયેલા વિપક્ષના નેતા એવા અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં ગુજરાતના આણંદમાં થયો હતો. તેમનુ પુરુ નામ અમિતભાઈ અજીતભાઈ ચાવડા છે. તેમણે વર્ષ 1995માં ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરથી કેમિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. અમિત ચાવડાના ભરતસિંહ સોલંકી અને માધવસિંહ સોલંકી સાથે ઘરેલૂ સંબંધ છે. અમિત ચાવડા ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે. અમિત ચાવડા શરૂઆતથી જ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે.