Get The App

ગુજરાતમાં દારૂબંધી કાગળ પર, રાજસ્થાન-મધ્ય પ્રદેશથી ધૂમ ઠલવાય છે દારૂ, બનાસકાંઠાના SPને બદલવા માગ

Updated: Mar 17th, 2025


Google News
Google News
ગુજરાતમાં દારૂબંધી કાગળ પર, રાજસ્થાન-મધ્ય પ્રદેશથી ધૂમ ઠલવાય છે દારૂ, બનાસકાંઠાના SPને બદલવા માગ 1 - image


Congress Demands To Change Banaskantha SP: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર કાગળ પૂરતી સીમિત રહી છે. બુટલેગરો બેફામ બન્યા છે. રહેમ નજર હેઠળ આજે પણ ગુજરાતમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. ત્યારે દારૂને લઈને કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્ય એ બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા સામે મોરચો માંડ્યો છે.

'ઢીલા અમલના કારણે જિલ્લાની મહિલાઓ વિધવા બની'

બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોર અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પત્ર લખી સંયુક્ત રીતે રજૂઆત કરી છે કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી ગુજરાતમાં ધૂમ દારૂ ઠલવાઈ                                                      રહ્યો છે. દારૂના દૂષણને કારણે કેટલીય મહિલાઓ વિધવા બની છે. બાળકો અને પરિવાર પર ખૂબ જ અસર થઈ રહી છે. પરિણામે બહેન-દીકરીઓને વિધવા કરનાર ભ્રષ્ટ અધિકારીઓને બદલે નિષ્ઠાવાન મહિલા SPને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક કરો. 

આ પણ વાંચો: ચેતી જજો! વડોદરામાં ખિસ્સામાં મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ, મિકેનિક ઈજાગ્રસ્ત


બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા સામે અગાઉ પણ કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા વિધાનસભા ચૂંટણીમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગેનીબહેન ઠાકોર દ્વારા પણ તેની અગાઉના એસપી તરુણ દુગ્ગલ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તે જિલ્લામાં દારૂના અડ્ડા ચલાવે છે.

ગુજરાતમાં દારૂબંધી કાગળ પર, રાજસ્થાન-મધ્ય પ્રદેશથી ધૂમ ઠલવાય છે દારૂ, બનાસકાંઠાના SPને બદલવા માગ 2 - image

ઉલ્લેખનીય છે કે, મોટેભાગે ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરની માંગણી કરતાં હોય છે. પરંતુ આ કદાચ પ્રથમ કિસ્સો હશે જેમાં કોંગ્રેસના ધારાસભ્ય-સંસદ સભ્ય SPને બદલી મહિલા SPને જિલ્લા પોલીસ વડા તરીકે મૂકવાની માંગ કરી છે.

ગુજરાતમાં દારૂબંધી કાગળ પર, રાજસ્થાન-મધ્ય પ્રદેશથી ધૂમ ઠલવાય છે દારૂ, બનાસકાંઠાના SPને બદલવા માગ 3 - image

Tags :
Banaskantha-SPLiquor-banCongressgeniben-thakorjignesh-mevani

Google News
Google News